Ahmedabad Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પાછળનો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad Plane Crash 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિમાનના એન્જિનને ટેકઓફ દરમિયાન ઇંધણ પૂરું પાડતા સ્વીચ અચાનક “કટઓફ” મોડમાં જતા બન્ને એન્જિન બંધ થઈ ગયા હતા.
વિમાન દુર્ઘટનાના મુખ્ય મુદ્દા
- ઇંધણ સપ્લાય : બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચ ટેકઓફ પછી માત્ર 1 સેકન્ડના અંતરાલે કટઓફ સ્થિતિમાં જતા વિમાનમાં તાત્કાલિક પાવર ગુમ થઈ.
- પાઇલટ વચ્ચે સંવાદ: કોકપીટ રેકોર્ડિંગ મુજબ એક પાઇલોટે પૂછ્યું “સ્વીચ કેમ બંધ કર્યો?” પણ જવાબ મળ્યો કે તે કામપાયલોટે ન કર્યું હતું.
- મેડે કોલ પછી કાર્યવાહી: પાઇલટ દ્વારા તરત જ મેડે સંદેશ મોકલાયો અને ATC દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી.
- એક એન્જિન પુનઃસક્રિય, બીજું નિષ્ક્રિય: સ્વીચ ફરીથી ચાલુ કરાતા એક એન્જિન ચાલુ થયું, પરંતુ બીજું એન્જિન બંધ રહ્યું.
- મૃત્યુઆંક અને નુકસાન: ક્રેશમાં કુલ 258 લોકો મોતને ભેટ્યા જેમાં 229 મુસાફરો, 10 ક્રૂ અને 19 સ્થાનીક નાગરિકો હતા – જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.
તપાસમાં લીધેલી પગલાં:
- વિમાનના કાટમાળ અને એન્જિનને એરપોર્ટ હેંગરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
- DGCA લેબમાં ઇંધણના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.
- તમામ ડેટા, સાક્ષીઓના નિવેદનો અને તકનિકી પુરાવાઓ એકત્રિત કરાયા છે.
વિમાનની માહિતી:
AI-171 Boeing 787-8 Dreamliner વિમાન એ અમદાવાદથી લંડન જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી.