Ahmedabad plane crash report: AI-171 ટેકઓફ સમયે કો-પાયલટના હાથમાં હતી કમાન્ડ, જાણો રિપોર્ટના મુખ્ય ખુલાસા

Arati Parmar
2 Min Read

Ahmedabad plane crash report: કેપ્ટનના હોવા છતાં કો-પાયલટ કેમ હતા કમાન્ડમાં?

Ahmedabad plane crash report: એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક રિપોર્ટ અનુસાર, વિમાનના ટેકઓફ સમયે તેનું સંપૂર્ણ નિયંત્રણ કો-પાયલટ ક્લાઇવ કુંદરના હાથમાં હતું. રનવે પરથી ઊપડતી વખતે તેમજ વિમાન નીચે પડતા સુધી કેપ્ટન નહીં, પરંતુ કો-પાયલટ જ ફ્લાઇટ ચલાવી રહ્યા હતા.

કેપ્ટન શું કરી રહ્યા હતા ત્યારે?

પ્રશ્ન ઊઠે છે કે જ્યારે કેપ્ટન સુમિત સભરવાલ પાસે 8600 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ હતો, ત્યારે માત્ર 1100 કલાકના અનુભવ ધરાવતા કો-પાયલટ પાસે કેમ કમાન્ડ સોંપાયું હતું? રિપોર્ટ અનુસાર કેપ્ટન એ સમયે “પાઇલટ મોનિટરિંગ” તરીકે કાર્યરત હતા, અને તેમની દેખરેખ હેઠળ કો-પાયલટ ફ્લાઇટ ચલાવી રહ્યા હતા.

Ahmedabad plane crash report

નિયમો મુજબ કોણ પ્લેન ઉડાવી શકે?

એવિએશન નિયમો અનુસાર, જો પાઇલટ ઇન કમાન્ડ (PIC) નીચેની ત્રણ શરતો પૂરી કરે તો તે કો-પાયલટને ટેકઓફ માટે નિયંત્રણ આપી શકે:

કુલ 3000 કલાકથી વધુનો ઉડાનનો અનુભવ

PIC તરીકે ઓછામાં ઓછો 1000 કલાકનો અનુભવ

જે પ્રકારના વિમાને ઉડાન આપે છે તેમાં PIC તરીકે 300 કલાકનો અનુભવ

કેપ્ટન સભરવાલ આ ત્રણેય શરતો પર ખરા ઉતરતા હતા. સાથે જ, કો-પાયલટ ક્લાઇવ કુંદર પાસે પણ જરૂરી 300 કલાકનો ઓન-ટાઇપ અનુભવ હતો. તેથી, તેમને કમાન્ડ આપવી કોઈપણ પ્રકારના નિયમ વિરુદ્ધ નહોતી.

Ahmedabad plane crash report

દુર્ઘટનાનું ખરેખર કારણ શું હતું?

Ahmedabad plane crash report અનુસાર, દુર્ઘટનાનું મુખ્ય કારણ ટેકઓફ પછી તરત જ બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થવું હતું. ફ્યુઅલ સપ્લાય બંધ થતા એન્જિન પાવર ગુમાવી બેઠા અને વિમાનની ઊંચાઈ નહીં મળી શકતા તે ક્રેશ થયું.

260 નિર્દોષોનું મોત

આ ભયંકર દુર્ઘટનામાં કુલ 260 યાત્રિકોનું મૃત્યુ થયું હતું. જોકે કમાન્ડ કો-પાયલટ પાસે હોવા છતાં, આખી પ્રક્રિયા કેપ્ટનની દેખરેખમાં થઈ હતી, અને પ્રોટોકોલ મુજબ કઈ પણ ઉલ્લંઘન થઈ ન હતી. જોકે, હવે સવાલ એ છે કે, ટેકનિકલ ખામી સામે પાઇલટ્સની તૈયારી કેટલી હતી?

Share This Article