CGST અધિકારીઓ શા માટે મૌન? પતંગ હોટેલના દરોડામાં પુરાવા મળ્યા છતાં પગલાં લેવામાં વિલંબ
અમદાવાદની જાણતી પતંગ હોટેલ ના પ્રમોટર અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયલા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શ્યામલ ચારરસ્તા પાસે આવેલી ઓફિસમાં અને પતંગ હોટેલ પર તથા નરોડા સ્થિતિ તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન સંખ્યાબંધ ગેરકાયદે પ્રવૃત્તિઓના પુરાવાઓ મળ્યા હોવા છતાં સીજીએસટીના અધિકારીઓ રહસ્યમય કારણોસર તેમની સામે ત્વરિત પગલાં લેવાનું ટાળી રહ્યા છે.

સીજીએસટીના અધિકારીઓએ બે વર્ષથી જીએસટીના નાણાં ન ભરવા બદલ લગભગ છ મહિના પૂર્વે જ પતંગ હોટેલનો જીએસટી નંબર રદ કરી દીધો છે. તેમ છતાંય પતંગ હોટલમાં બનતા બિલની રકમ પર જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. જીએસટીનું રિટર્ન 6 માસ સુધી ન ભરે તેમના નંબર કેન્સલ કરી દેવાની સત્તા સીજીએસટી અધિકારીને આપવામાં આવેલી જ છે. જીએસટી નંબર સસ્પેન્ડ થયા પછી જીએસટી ઉઘરાવી શકાતો નથી. આ નિયમનો પણ પતંગ હોટેલના પ્રમોટર ઉમંગ ઠક્કરે સરેઆમ ભંગ કર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. કાયદેસર તો વેચાણ પણ કરી શકાતું નથી. પરંતુ વેચાણ કરે તો પણ તેના પર જીએસટી વસૂલી શકાતો નથી.
ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને પતંગ હોટેલના સંચોલકોએ આ રીતે અંદાજે રૂ. 1.5 કરોડથી વધુ રકમ જમા કરાવવા આવે છે. તેને માટે તેમને ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પણ આપવામાં આવી રહી છે. વ્યાજ અને દંડ સાથે આ રકમ ચાર કરોડથી પણ વધી જવાની સંભાવના છે. પતંગ હોટેલમાં ભોજન લેવા આપનારાઓ પાસેથી જીએસટી વસૂલી લીધા બાદ બે બે વરસ સુધી ભોજનના બિલની રકમ પર પાંચ ટકાને દરે જીએસટી વસૂલીને જીએસટીની તે રકમ સીજીએસટી કચેરીમાં જમા ન કરાવવા બદલ પતંગ હોટેલનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું.
જીએસટી રજિસ્ટ્રેશન રદ થયા પછી જીએસટી ન વસૂલવો જોઈએ તો પણ કાયદાનો ભંગ કરીને જીએસટી વસૂલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હકીકતથી સીજીએસટીના અધિકારીઓ અજાણ ન હોવાનું માનવાને પૂરતા કારણો છે. પતંગ હોટેલ પર પખવાડિયા પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તેને સમર્થન આપતા પુરાવાઓ પણ મળી આવ્યા છે.

