AI Video Viral: ટાઇટેનિકના દેશી રીમેકમાં સલમાન-માધુરીનો જાદૂ છવાયો!

Roshani Thakkar
3 Min Read

AI Video Viral: સલમાન-માધુરી બન્યા દેશી જેક-રોસ, ટાઇટેનિકનો રોમેન્ટિક AI વીડિયો વાયરલ

AI Video Viral: 28 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ટાઇટેનિક હંમેશા લોકોને પસંદ આવી છે. પરંતુ, તાજેતરમાં ફિલ્મનું એક AI જનરેટેડ વર્ઝન જોવા મળી રહ્યું છે, જેમાં રોઝ અને લિયોને બદલે સલમાન ખાન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.

AI Video Viral: ટાઇટેનિક ફિલ્મ વિશે કોણે નથી સાંભળ્યું? લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર તો આ ફિલ્મ જોઈ જ હશે. લોકોને ફિલ્મની વાર્તા, તેના ગીતો અને તેના કલાકારો પણ ખૂબ ગમ્યા. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ ફિલ્મ બોલીવુડમાં બની હોત તો તેમાં કયા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હોત.

ચાલો આપણે આપણા મગજ પર આટલું બધું દબાણ ન કરીએ, કારણ કે AI એ આપણા માટે પણ આ કામ સરળ બનાવી દીધું છે. ખરેખર, આ માસ્ટરપીસની ફરીથી કલ્પના કરવામાં આવી છે, જેમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.

સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડી ઘણા લોકોને ખૂબ ગમે છે, અને આ જોડીને ટાઈટેનિકની AI દ્વારા જનરેટ થયેલા વર્ઝનમાં જોવા મળતા લોકો વધારે ખુશ થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્લિપમાં, લિયોનાર્ડો ડિકેપ્રિઓ અને કેટે વિન્સ્લેટની જગ્યાએ સીનમાં સલમાન અને માધુરી જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ મોર્ફિંગ ખૂબ જ સચોટ રીતે કરવામાં આવ્યું છે. આમાં હિન્દી સિનેમાના બીજા પણ કલાકારો શામેલ છે.

બૉલીવૂડ સ્ટાઇલમાં ટાઈટેનિક

ટ્વિટર પર આ વિડિઓ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કેપ્શનમાં લખ્યું છે કે AI દ્વારા બૉલીવૂડ સ્ટાઇલમાં ટાઈટેનિક, જેમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાન છે. ક્લિપમાં ફિલ્મના કેટલાક ખાસ દ્રશ્યોને મોર્ફ કરવામાં આવ્યા છે. જો કે, કેટલાક લોકો આ વર્ઝનને ખૂબ પસંદ કરી રહ્યા છે, તો ઘણા લોકોને આ બિલકુલ ગમ્યું નથી. પરંતુ, સોશિયલ મીડિયા પર આ ક્લિપે ધમાલ મચાવી દીધો છે. આ ક્લિપ જોઈને લોકોને “હમ આપકે હે કોન” ફિલ્મની યાદ આવી રહી છે.

ઘણાં બૉલીવૂડ સ્ટાર્સ જોડાયા

ક્લિપમાં ફિલ્મના અન્ય ઘણા પાત્રો પણ બદલાયા છે, જેમ કે ફેબ્રિઝિયોની જગ્યાએ આમિર ખાન, કેલ હૉકલીની જગ્યાએ આદિત્ય પંચોળી, કેપ્ટન તરીકે અનુપમ ખેર, થોમસ એન્ડ્રૂઝ તરીકે નસીરુદ્દીન શાહ, રૂથ ડ્યૂટીની જગ્યાએ સીમી ગરેવાલ અને માર્ગરેટ બ્રાઉન તરીકે ફરિદા જલાલ છે.

મજાનું એ છે કે બધા પાત્રો પોતાના રોલમાં ખુબ જ પરફેક્ટ લાગતાં જોવા મળે છે. જો ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ 1997માં રિલીઝ થઇ હતી.

Share This Article