શું પાકિસ્તાની સેના જ પોતાના લોકો માટે સૌથી મોટો ખતરો? 30 લોકોનાં મોતની ઘટનાથી સવાલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં સ્થિત તિરાહ ખીણના મત્રે દારા ગામમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા જ એક એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. આ હુમલામાં આશરે 30 લોકોનાં મોત થયાં છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર્યવાહીને પાકિસ્તાની સેનાએ આતંકવાદ વિરોધી ઓપરેશન ગણાવ્યું છે.
હુમલાની વિગતો
અહેવાલ મુજબ, આ એર સ્ટ્રાઈક મોડી રાત્રે લગભગ 2 વાગ્યે થઈ હતી. પાકિસ્તાની વાયુસેનાના JF-17 ફાઈટર જેટ દ્વારા ગામ પર લગભગ આઠ LS-6 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હુમલા સમયે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેમણે અચાનક લડાકુ વિમાનોનો અવાજ સાંભળ્યો અને આકાશમાંથી બોમ્બ નીચે પડતા જોયા. એક પછી એક થયેલા વિસ્ફોટોને કારણે ઘણાં ઘરોમાં આગ લાગી અને આખી રાત ચીસાચીસ મચી રહી.
સવારે, ઘટનાસ્થળે ઘરોનો કાટમાળ અને મૃતદેહો વેરવિખેર જોવા મળ્યા. સ્થાનિક પોલીસ અને સેનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાઘાત
આ હુમલા અંગે પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, પાકિસ્તાનના માનવાધિકાર પંચે આ હુમલાની કડક નિંદા કરી છે અને સરકાર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે.
🚨 MASSACRE in Khyber Pakhtunkhwa 🚨
At 2 AM, Pakistani Air Force JF-17s BOMBED Matre Dara village in Tirah Valley.
30 civilians SLAUGHTERED — women & children among the DEAD.
— SHAME on Pakistan. Will the UN take any ACTION? pic.twitter.com/KIsVSvmbeQ
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 22, 2025
આ ઘટનાએ પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિઓનો સ્પષ્ટ ચિતાર રજૂ કર્યો છે. દેશમાં એક તરફ મોંઘવારીનો હાહાકાર છે, તો બીજી તરફ સરકાર અને સેના વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ હુમલો એ પણ દર્શાવે છે કે આંતરિક સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનને પોતાના જ દેશમાં કેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.