2025 Shocking Prophecy: 2025ની આગાહી, ભવિષ્ય જોનાર લેખકનો ચોંકાવનારો દાવો
2025 Shocking Prophecy: છેલ્લા કેટલાક સમયથી ભારતમાં અને દુનિયાભરમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ક્યારેક દરિયાના મોજા અચાનક પાછળ ખસી જાય છે, તો ક્યારેક અજીબ કુદરતી ઘટનાઓ જોવા મળે છે. ત્યારે જ એક પ્રખ્યાત જાપાની લેખક ર્યો તાત્સુકીનું એક જૂનું પુસ્તક ફરી ચર્ચામાં આવ્યું છે, જેમાં તેમણે વર્ષો પહેલા કેટલીક આગાહી કરી હતી, જે હવે સાચી પડતી દેખાઈ રહી છે.
ર્યો તાત્સુકી માંગા લેખક છે, પણ લોકો તેમને ભવિષ્યદર્શી તરીકે પણ ઓળખે છે. 1999માં તેમણે The Future I Saw નામનું એક પુસ્તક લખ્યું, જેમાં અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. ચોંકાવનારું એ છે કે આ પુસ્તકમાં 2019માં એક મહામારી ફેલાવાની આગાહી કરવામાં આવી હતી, જે COVID-19ના રૂપમાં સાચી સાબિત થઈ.
View this post on Instagram
તેમના દાવા મુજબ, 2025ના જુલાઈમાં એક વિનાશક સુનામી આવશે, જે 2011ની જાપાન સુનામીની તુલનાએ પણ વધુ ભયાનક હશે. ફક્ત જાપાન જ નહીં, પણ ફિલિપાઇન્સ, તાઇવાન અને ઇન્ડોનેશિયા પણ તેની ઝપેટમાં આવશે. હાલમાં વિશ્વભરમાં સતત આવતા ભૂકંપના આંચકા અને દરિયાની અસમાન્ય ગતિને જોઈને, લોકો આ આગાહીને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે.
તાત્સુકીના ઘણા દાવા અગાઉ પણ સાચા પડી ચૂક્યા છે, જેના કારણે તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા વધુ થઈ રહી છે. હવે સવાલ એ છે કે 2025ની આ ભયાનક આગાહી શું ખરેખર સાકાર થશે?