3000-Room Labyrinth Found Under Egypt: પિરામિડ કરતા પણ જૂની છે હવારાની ભૂગર્ભ ભુલભુલામણી!
3000-Room Labyrinth Found Under Egypt: ઇજિપ્તના પ્રાચીન પિરામિડો અને રચનાઓ માત્ર ભવ્યતાનું નહીં, પણ ગહન રહસ્યોનું પ્રતિક પણ છે. વર્ષો પહેલા બનેલી આ રચનાઓ વિશે આજે પણ નવી નવી થિયરીઓ અને દાવાઓ સામે આવી રહ્યા છે, જેને કારણે ઈજિપ્તનો ઇતિહાસ વધુ જટિલ અને રહસ્યમય બનતો જાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇજિપ્તના હવારા શહેરની નીચે લગભગ 3000 ઓરડાઓ ધરાવતી એક ભુલભુલામણી છુપાયેલી છે, જે પિરામિડના યુગ પહેલાંની હોવાનું માનવામાં આવે છે.
હેરોડોટસ પણ કરી ચૂક્યો હતો એવો દાવો
આવો જ દાવો લગભગ 2500 વર્ષ પહેલાં પ્રખ્યાત ઇતિહાસકાર અને ભૂગોળશાસ્ત્રી હેરોડોટસે પણ કર્યો હતો. તેણે લખ્યું હતું કે હવારા ખાતે એક વિશાળ ભુલભુલામણી છે, જે પિરામિડ કરતાં પણ વધુ ભવ્ય છે. એવું માનવામાં આવે છે કે આ ભુલભુલામણી તે સમયના એક ઉત્તમ રીતે સંગઠિત અને વિકસિત સમાજ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે આજ સુધી કોઈ પૂખ્ત પુરાવા નથી મળ્યા, પરંતુ 2023માં પ્રકાશિત થયેલા સંશોધન પત્ર “ધ લેબિરિન્થ, ધ કોલોસાઇ એન્ડ ધ લેક” માં આ દાવાને ફરીથી મજબૂતી આપી છે.
પિરામિડ પહેલાંની રહસ્યમય રચના?
સંશોધકોનું માનવું છે કે હવારા પિરામિડની નીચે એક વિશાળ ભૂગર્ભ માળખું છે જેમાં અનેક ઓરડાઓ છુપાયેલા છે. તેમનું માનવું છે કે આ ગીઝાના પ્રખ્યાત પિરામિડ કરતાં પણ મોટું હોઈ શકે છે. હવે ટેકનોલોજીના આધારે રડાર અને સેટેલાઇટ સ્કેનિંગથી આવી રહસ્યમય જગ્યા વગર ખોદકામની શોધ શક્ય બને તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
ઇતિહાસકારોનો પણ ઉલ્લેખ
અતિતના ઇતિહાસકારોએ હમણાં વાતમાં આવતી રહસ્યમય ભુલભુલામણી વિશે લખ્યું છે કે તે પિરામિડ કરતાં મોટી અને વધુ જટિલ છે. હેરોડોટસે ઇ.સ. પૂર્વે 500 આસપાસ ઇજિપ્તની મુલાકાત લીધી હતી અને આ રચના અંગે જણાવ્યું હતું, જોકે તેને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
વિશેષ બાંધકામ અને સુરક્ષા વ્યવસ્થા
હવારા પિરામિડ કદમાં ગીઝા પિરામિડ જેટલો મોટો ન હોવા છતાં, તેનું મધ્યમ ભાગ ત્રણ મોટાં પથ્થરો સાથે રચાયું હતું. માનવામાં આવે છે કે આ પથ્થરો એ સમયની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરવાજાની જેમ કામ કરતા હતા.
19મી સદીમાં મળેલા પાયા પણ પુરાવો આપે છે
ઇજિપ્તશાસ્ત્રી સર ફ્લિન્ડર્સ પેટ્રીએ 19મી સદીની શરૂઆતમાં આ ભુલભુલામણીના પાયા શોધ્યા હતા, પરંતુ પાણી ભરાવ અને પુરતી ટેકનોલોજીના અભાવે તેઓ વધુ તપાસ કરી શક્યા ન હતા. ઘણા નિષ્ણાતો માને છે કે જો ત્યારે યોગ્ય સાધનો મળ્યા હોત, તો આજથી ઘણાં વરસો પહેલા જ આ રહસ્ય ખુલ્લું પડી ગયું હોત.
આ બધાં દાવાઓ અને ઈતિહાસના પાનાઓના ઉલ્લેખો આજે એ રહસ્ય ઊંડું કરે છે કે શું આ ભૂગર્ભ ભુલભુલામણી અને ઇજિપ્તના પિરામિડ સંસ્કૃતિ સાથે સીધો જોડાણ ધરાવે છે? ઉત્તર હજુ અસ્પષ્ટ છે, પણ શોધ યાત્રા હજુ ચાલુ છે.