77 Lakh for a Cheeto: 77 લાખમાં એક ચીટો, પોકેમોન ચાહકની અજીબ બોલી
77 Lakh for a Cheeto: શું તમે એક ચીટો માટે 77 લાખ રૂપિયા ખર્ચી શકો? કદાચ નહીં, પણ દુનિયામાં એવા લોકો છે જેઓ પોતાના અનોખા શોખ માટે અવિશ્વસનીય રકમ ખર્ચી નાખે. અમેરિકાની એક હરાજીમાં એક વ્યક્તિએ માત્ર એક ચીટો માટે $88,000 (લગભગ 77 લાખ રૂપિયા) ચૂકવ્યા, અને તેના પાછળનું કારણ પણ એટલું જ વિચિત્ર છે.
આ ચીટો ખાસ શા માટે હતો? હકીકતમાં, ચીટોનો આકાર પ્રખ્યાત પોકેમોન કેરેક્ટર ચારિઝાર્ડ જેવા લાગતો હતો. આ કારણસર, પોકેમોન પ્રેમી એક વ્યક્તિએ તેને હરાજીમાં ખરીદી લીધો. ચીટોનું નામ “ચીટોઝાર્ડ” રાખવામાં આવ્યું, અને તેની તસ્વીરો વાયરલ થતા જ લોકો તેમાં રસ લેવા લાગ્યા.
View this post on Instagram
આ હરાજી ગોલ્ડન ઓક્શન્સ વેબસાઈટ પર યોજાઈ હતી, જે દુર્લભ રમતગમતના સ્મૃતિચિહ્નો અને પોકેમોન કાર્ડ્સ માટે જાણીતી છે. હરાજી શરૂઆતમાં માત્ર $250 થી શરૂ થઈ, પરંતુ ચોખ્ખી બોલી લગાવનારાઓની સંખ્યા વધતાં તેની કિંમત ઉંચી જતી ગઈ. આખરે 60 જેટલા હરાજીદારો વચ્ચે હરીફાઈ બાદ તે 77 લાખમાં વેચાઈ ગયું.
આ 3 ઇંચના ચીટોને 2018 માં જ્યોર્જિયામાં એક દુકાનમાંથી શોધવામાં આવ્યો હતો. પછી તેને પોકેમોન કાર્ડ સાથે સજાવી પારદર્શક ડિસ્પ્લે કેસમાં રાખવામાં આવ્યો. 2024માં તેની તસવીરો વાયરલ થતાની સાથે જ ચીટોઝાર્ડ collectors અને પોકેમોન ચાહકો માટે એક અદભૂત વસ્તુ બની ગયો!