ઉત્તર પ્રદેશઃ સામાન્ય રીતે પ્રેમી યુગલ એકબીજા સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જતા હોય છે. અને લગ્ન પણ કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશની એક યુવતી પ્રેમ લગ્ન કરવા માટે ભાગી તો ખરા પરંતુ મૂંઝવણમાં મુકાઈ હતી કારણ કે આ યુવતી એક કે બે યુવક સાથે નહીં પરંતુ ચાર યુવકો સાથે ઘરેથી ભાગી ગઈ હતી. અને હવે કોની સાથે લગ્ન કરવા તે અંગે ચિંતામાં પડી હતી. જોકે, આ અજીબોગરીર કિસ્સામાં બાળક દ્વારા ચીઠ્ઠી ઉપાડીને નિર્ણય કરાયો હતો કે યુવતી કોની સાથે લગ્ન કરશે.
આ વિચિત્ર કિસ્સો ઉત્ત પ્રદેશના આંબેડકર નગરના ટંડા કોટવાલીના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત આ ઘટના છે. સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીની મૂંઝવણ એટલી વધી ગઈ કે પંચાયત બેસાડવામાં આવી. અને ત્યારબાદ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.
પાંચ દિવસ પહેલા યુવતી આ ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. છોકરાઓએ છોકરીને તેના સંબંધીઓના ત્યાં બે દિવસ છુપાવી રાખી હતી પરંતુ તેઓ બાદમાં પકડાઈ ગયા હતા. છોકરીના પરિવારે છોકરાઓ સામે કેસની તૈયારી શરૂ કરી હતી, તે દરમિયાન આ મામલો પંચાયતમાં ગયો હતો. પંચાયતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું કે કોની સાથે લગ્ન કરશે, ત્યારે તે નક્કી કરી શકી નહીં.
બીજી તરફ છોકરાઓ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતા. ચાર છોકરામાંથી એક પણ તેની પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા ન હતા પરંતુ પંચાયતના કહેવાથી તેઓએ ચિઠ્ઠી ઉછળીને આવેલા નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચોએ ત્રણ દિવસ સુધી બંધ રૂમમાં આ સમસ્યામાં સલાહ લીધા બાદ લગ્ન કરવાના નિર્ણયની આ પદ્ધતિ અપનાવી હતી.
પંચાયતના નિર્ણય બાદ ચારેય છોકરાના નામની ચિટ્ઠી બોટલમાં મુકવામાં આવી હતી. પછી એક નાના બાળકને તેમાંથી એક ચિઠ્ઠી કાઢવાનું કહેવામાં આવ્યું. બાળકે ચિઠ્ઠી ઉપાડી અને ત્યાર બાદ