Age Gap Couple: ઉંમર નહીં પ્રેમ છે મહત્વનો, 19 વર્ષની ઈયા અને 41 વર્ષના રફાહની અનોખી લવ સ્ટોરી
Age Gap Couple: આજના સમયમાં પ્રેમ માટે ઉંમર કોઈ બંધન રહી નથી. એ વાતને સાબિત કરે છે અમેરિકાની ઇયા અને રફાહની ખાસ લવ સ્ટોરી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઈયા માત્ર 19 વર્ષની છે જ્યારે રફાહ 41 વર્ષના છે, છતાં બંનેએ એકબીજાને સ્વીકારીને પ્રેમમાં જીવન આગળ વધાર્યું છે.
ઈયા એક બારમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. એ સમયે રફાહ વારંવાર તેને જુએ તો વાતચીત શરૂ થઈ. ફોન નંબર આપ્યાં પછી બંને મળતા રહ્યા અને ત્રણ અઠવાડિયામાં જ ઈયા રફાહ સાથે રહેવા લાગી. એકબીજાની ઉંમર જાણ્યા વિના શરૂ થયેલો સંબંધ મહિનામાં લગ્ન સુધી પહોંચી ગયો. આજે બંને એક બાળકના માતા-પિતા છે અને પોતાની ખુશીઓ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
જ્યારે કપલનો પ્રેમ બિનશરતી છે, ત્યારે તેમના સંબંધ પર અનેક પ્રશ્નો પણ ઉઠ્યાં છે. ખાસ કરીને ત્યારે જ્યારે ખબર પડી કે રફાહની પહેલી પત્નીથી થયેલી પુત્રી ઈયાની ઉમરથી ફક્ત એક વર્ષ નાની છે. રફાહ કહે છે, “હું ઈયાને મારી પુત્રી જેવી નથી જોતો. બંનેના સંબંધો અલગ છે.”
સોશિયલ મીડિયા પર આ જોડીની વિડીયો પોસ્ટ્સ ભારે વાઈરલ થઈ રહી છે. ઘણાં લોકોએ આ સંબંધ પર આક્ષેપ પણ કર્યા, તો કેટલાકે તેનું સમર્થન પણ કર્યુ.
ઈયાનું કહેવું છે, “અમે પ્રેમમાં પડ્યા, એકબીજાને સમજ્યા અને હવે એક સુખી પરિવાર છીએ. લોકો શું કહે છે, એથી અમારું જીવન નથી અટકતું.”
આ સંદેશ એક જ છે — પ્રેમ માટે ઉંમર નહીં, સમજણ અને સ્વીકાર મહત્વનો છે.