Ajab Gajab : પત્નીનો અનોખો ગુસ્સો: માંગી એવી વસ્તુ કે ના સાંભળીને પિયર ભાગી ગઈ!
Ajab Gajab : ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ-પત્ની વચ્ચેનો અજીબોગરીબ ઝઘડો ચર્ચાનો વિષય બન્યો છે. અહીંના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે શનિવારે એક અનોખો કેસ સામે આવ્યો. આ વિવાદના મૂળમાં પત્નીની પિઝા ખાવાની માંગ હતી, જે પતિએ નકારતાં મામલો મોટો થયો અને વાત પોલીસ સુધી પહોંચી.
પિઝાની માંગ બદલ પતિએ આપ્યું દૂધ
આ ઘટના 2023માં લગ્ન કરનારા એક યુગલની છે. પત્ની ઘણા દિવસોથી પિઝા ખાવાની જીદ કરી રહી હતી, કેમ કે તેને ફાસ્ટ ફૂડ પસંદ હતું. પતિ, પત્નીની તબિયતને ધ્યાનમાં રાખીને, પિઝા ખવડાવવાનો વિમુખ હતો. એક દિવસ જ્યારે પત્નીએ પિઝાની માંગ કરી, ત્યારે પતિએ તેના બદલે ગરમ દૂધનો ગ્લાસ આપી દીધો. આથી ગુસ્સે આવેલી પત્નીએ દૂધનો ગ્લાસ ફેંકી દીધો અને ઝઘડો એટલો વધી ગયો કે તે તેના પિયર જતી રહી. પત્ની છેલ્લા બે મહિનાથી પિયરમાં જ રહી રહી છે.
પિઝા ખવડાવવાના વચન સાથે વિવાદ ઉકેલાયો
આ કેસની સુનાવણી આગ્રા ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે થઈ. કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારેના જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચેની વાતચીત બાદ સમજૂતી થઈ. પતિએ પત્નીને વચન આપ્યું કે તે તેની તબિયત સુધરે પછી તેને પિઝા ખવડાવશે. આ વચન સાથે બંને પતિ-પત્ની ખુશીથી ઘરે પાછા ફર્યા.
15 વિવાદોનું નિરાકરણ
શનિવારે યોજાયેલા કાઉન્સેલિંગ સત્ર દરમિયાન કુલ 15 વિવાદો ઉકેલવામાં આવ્યા. કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારેએ જણાવ્યું કે નાના-મોટા ઝઘડા સંબંધોમાં તિરાડ લાવતા હોય છે, પરંતુ સમજદારીથી અને વાતચીત દ્વારા તેને ઉકેલી શકાય છે. ફેમિલી કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ પતિ-પત્ની વચ્ચે સદભાવ વધારવો અને સંબંધોને મજબૂત બનાવવાનો છે.