અમરેલીઃ કહેવાય છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ભગવાને દરેકના નસિબમાં જીવસ સાથે નક્કી કરેલા જ છે. આવો જ એક કિસ્સો ગુજરાત સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. અહીં દુલ્હા અને દુલ્હને લોકોનું આકર્ષણ જમાવ્યું છે. અહીં દુલ્હાની ઊંચાઈ અઢી ફૂટ અને દુલ્હનની ઊંચાઈ બે ફૂટની છે. અઢી ફૂટના આ યુવક યુવતી લગ્નના તાંતણે બંધાયા હતા. લોકોએ તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રબને બનાદી જોડી જેવા રસપ્રદ કિસ્સો અમરેલી જિલ્લાનો છે. અમરેલી જિલ્લાના ટીમ્બિ ગામે અઢી ફૂટની ઊંચાઈ ધરાવતા મુસ્લિમ યુવક રફીક ભાઈ મન્સૂરીના નિકાહ બે ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હન મદીના બાનુ સાથે યોજાયા છે. જે નિકાહ નિહાળવા આસપાસના હજારો લોકો આવ્યા હતા. કોઈ આમંત્રણ નહિ છતાં દુલ્હા અને દુલ્હનના નિકાહ જોવા માટે અનેક લોકો આવ્યા હતા. અનેક લોકોની હાજરીમાં અઢી ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હા રફિકભાઈ અને બે ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હન મદીના બાનુ લગ્નના તાંતણે બંધાયા હતા.
ટીમ્બિના 32 વર્ષના યુવક રફીક મન્સૂરી કે, જે પાનની દુકાન ધરાવે છે. અને તેમની શારીરિક ઊંચાઈ માત્ર દોઢ ફૂટની છે. સામાન્ય રીતે શરીરે રફીક ભાઈ ખૂબ તંદુરસ્ત છે. પોતાના પિતા રજાક ભાઈ મન્સૂરી સાથે ફ્રીજ એસી સહિત ઇલેક્ટ્રોનિક દુકાનમાં પણ મદદ કરે છે. અને તમામ ઇલેક્ટ્રોનિક કામ બખૂદી કરે છે. પરંતુ કુદરતી રીતે આ રફીક મન્સૂરીની ઊંચાઈ હોર્મન્સના કારણે વધી નથી. માત્ર અઢી ફૂટની ઊંચાઈ ધરાવે છે.
ત્યારે તેમના પિતા રજાક કાસમ ભાઈ મન્સૂરી વટીવી સાથે વાતચીતમાં જણાવે છે કે, મારો પુત્ર રફીક 32 વર્ષનો છે યુવાન છે. પોતે પગભર છે. કમાઈ શકે તેમ છે અને પોતે પાનની દુકાન ધરાવે છે. યુવાન થતો હોય અમોને ચિંતા હતી.
આ યુવકનું શું કરીશું લગ્ન કોની સાથે કરીશું. પરંતુ એક કહેવત છે કે, લગ્નની જોડી સ્વર્ગમાં બને છે. તે સાર્થક થયું છે. રફીક માટે તેમની સરખી બે ફૂટ ઊંચાઈ ધરાવતા મદીના બાનો એકમેક માટે બન્યા હતા. રફીકના નિકાહ બે દિવસ પહેલા મદીના બાનો સાથે ગોઠવ્યા અને ઘોડે ચઢીને બન્નેને લગ્નગ્રંથીથી બાંધી દીધા હાલ બંને ખુશ છે.