Artificial Womb: હવે બાળકનો જન્મ માતાના ગર્ભમાં નહીં, પણ કૃત્રિમ ગર્ભાશયમાં! વૈજ્ઞાનિકોએ રચ્યો અદ્ભુત ઈતિહાસ!
Artificial Womb: શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળક માતાના ગર્ભ વગર પણ જન્મી શકે? સાંભળવામાં વિચિત્ર લાગે, પણ વૈજ્ઞાનિકો એવાં ચમત્કારો સર્જી રહ્યા છે કે જે ગર્ભધારણથી લઈને બાળકના જન્મ સુધીની પ્રક્રિયા ગર્ભાશય વિના પૂર્ણ કરી શકે. આ નવી ટેકનિક ‘કૃત્રિમ ગર્ભાશય’ તરીકે ઓળખાય છે, જે ભવિષ્યમાં બાળજન્મની પદ્ધતિઓમાં ક્રાંતિ લાવી શકે.
વિજ્ઞાનની નવી શોધ – કૃત્રિમ ગર્ભ
વૈજ્ઞાનિકોએ એક એવી તકનીક વિકસાવી છે, જે સ્ત્રીના ગર્ભાશયની જેમ કામ કરી શકે. આ કૃત્રિમ ગર્ભનો આશય ગર્ભાશયના તમામ કાર્યોની નકલ કરીને વિકાસશીલ ભ્રૂણને જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન પૂરા પાડે છે. આ શોધનો મુખ્ય હેતુ એવા અકાળ જન્મેલા (પ્રીમેચ્યોર) બાળકો માટે એક જીવનદાતા તકો આપવાનો છે, જે સામાન્ય રીતે ટકી શકતા નથી.
સંશોધન દરમિયાન, વૈજ્ઞાનિકોએ અકાળ જન્મેલા ઘેટાંના ભ્રૂણો કૃત્રિમ ગર્ભમાં મૂક્યા અને તેનું પરિણામ આશ્ચર્યજનક રહ્યું. તે બચ્ચાં ન ખાલી બચી શક્યા, પણ તેમનું વજન વધ્યું, વાળ ઉગ્યા અને તેઓ સ્વસ્થ રીતે વિકસ્યા.
Gen Z પેઢી આ ટેકનિક માટે ઉત્સાહિત!
તાજેતરના સર્વે મુજબ, ૧૮ થી ૨૪ વર્ષની વયના ૪૨% યુવાનોએ ‘ગર્ભાશયથી બહાર ગર્ભવિકાસ’ માટે સમર્થન જાહેર કર્યું છે. જોકે, 52% લોકોએ આ વિચારનો વિરોધ કર્યો, ખાસ કરીને ધાર્મિક જૂથો અને મહિલા સમુદાય એ આ ટેકનિક પર સાવચેત વલણ દાખવ્યું.
આ ટેકનિક ભવિષ્યમાં શું બદલી શકે?
- પ્રિમેચ્યોર બાળકો માટે આશા: આ ટેકનિક અપનાવવાથી પ્રિમેચ્યોર બાળકો માટે જીવતદાન સાબિત થઈ શકે.
- માતાની આરોગ્યસંભાળ: આ ટેકનિક માતાને ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક-માનસિક તણાવથી બચાવી શકે.
- વિવાદ અને નૈતિક પ્રશ્નો: જ્યારે કેટલાક લોકો આ ટેકનિકને સ્વીકારવા તૈયાર છે, ત્યાં જ કેટલાકને લાગે છે કે આ સ્ત્રીના પ્રાકૃતિક માતૃત્વ માટે ખતરો બની શકે.
વિજ્ઞાનની ક્રાંતિ કે નૈતિક પ્રશ્ન?
હાલમાં આ ટેકનિક સંપૂર્ણ રીતે અમલમાં નથી, પણ ભવિષ્યમાં તે માતાના ગર્ભને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે. જોકે, મોટા ભાગના લોકો આ પદ્ધતિને જીવન બચાવતી પરિસ્થિતિઓ માટે ઉપયોગી માને છે, પરંતુ તે સામાન્ય બાળજન્મ માટે સ્વીકારાય તે અંગે હજુ ચર્ચા ચાલુ છે.
તમારું શું માનવું છે? શું કૃત્રિમ ગર્ભાશય માનવજાત માટે આશીર્વાદ સાબિત થશે કે પછી આ ટેકનિક નૈતિક પ્રશ્નો ઉભા કરશે?