Bald to Knee-Length Hair After Cancer: ટાલથી ઘૂંટણ સુધી વાળ, 51 વર્ષીય મહિલાની અનોખી સફર
Bald to Knee-Length Hair After Cancer: દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને મજબૂત હોય. યુકેની 51 વર્ષીય લિન્ડસે સ્વિફ્ટ પણ એવું જ સપનું જોતી હતી. પણ 2019માં જ્યારે તેણીને સ્તન કેન્સર થયું, ત્યારે તેની દુનિયા ઊંધી ફરી ગઈ. સારવાર દરમિયાન તેના તમામ વાળ ઝરી પડ્યા અને વર્ષો સુધી ફરી ન ઉગ્યા. લિન્ડસેના માટે તેના સોનેરી વાળ માત્ર સુંદરતાનું નહીં પણ ઓળખનું પ્રતિક હતા.
કેમોથેરાપી અને રેડિયેશન બાદ લિન્ડસે ફરી વાળ ઉગાડવા માટે મિનોક્સિડિલ, રોઝમેરી તેલ, અને અન્ય અનેક નુસ્ખાઓ અજમાવ્યા. તેણે 2 લાખ રૂપિયા પણ ખર્ચ્યા, પણ પરિણામ ન મળ્યું. જ્યારે 2021માં લિન્ડસેના લગ્ન થયા, ત્યારે તેણે ટાલ છુપાવવા ફૂલનો તાજ અને વાળનું એક્સટેન્શન પહેર્યું અને ફોટા ઉપરથી ના લેવા કહ્યું. અંતે તેણે વાળ ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચાર્યું, જેનો ખર્ચ હતો 5 લાખ રૂપિયા.
અહીંથી શરૂ થાય છે ચમત્કારની વાર્તા. તેના મિત્રે તેને એક્સોસમ થેરાપી વિશે જાણકારી આપી. આ નવી પદ્ધતિથી લિન્ડસેએ 2023માં ચાર સત્ર લીધા, જેમાં દરેક સત્રે આશરે 40,000 રૂપિયા લાગ્યા. દુઃખાવા કે આડઅસરો વગર, માત્ર થોડા મહિનામાં તેના તાજ પર નવા વાળ આવવા લાગ્યા. આજે તેના વાળ ઘૂંટણ સુધી લાંબા થઈ ચૂક્યા છે.
લિન્ડસે હવે ખુશીથી પોતાના વાળમાં હાથ ફેરવી શકે છે અને ભીતરથી ફરી આત્મવિશ્વાસથી ભરાઈ ગઈ છે. તે કહે છે, આ સ્વપ્ન જેવું છે… હા, ચમત્કારો સાચે જ થાય છે.