Bengaluru Airport Taxi Scam : બેંગલુરુ એરપોર્ટ પર ટેક્સી કૌભાંડ: છોકરીના 450 રૂપિયાની સવારીથી 3000 રૂપિયાની છેતરપિંડી સુધીનો અનુભવ
Bengaluru Airport Taxi Scam : બેંગલુરુની એક યુવતીએ તેના સાથે બનેલી અકલ્પનીય ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. એણે Redditના r/bangalore ગ્રુપમાં આ વિષય પર લખ્યું હતું કે કેવી રીતે તેણે એરપોર્ટથી તેના પીજી સુધી 450 રૂપિયામાં ટેક્સી બુક કરી હતી, પણ અંતે 3000 રૂપિયા ગુમાવવા પડ્યા.
એ યુવતી એરપોર્ટથી તેની ટ્રોલી બેગ લઈને બહાર નીકળી. તે પ્લાંન બનાવી રહી હતી કે બસ લઈ અને ત્યાંથી ઓલા બુક કરીને પીજી પહોંચે. બસની ટિકિટ 350 રૂપિયાની હતી. પણ એ બસ માત્ર બસ સ્ટેન્ડથી જ મળી શકતી હતી. એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ એને અટકાવીને પૂછ્યું, “ક્યાં જવું છે?”
યુવતીએ તેના પીજીનું સરનામું જણાવતાં એ શખ્સે કહ્યું, “હું તો તેમનાં જ વિસ્તારમાં જઈ રહ્યો છું. ફક્ત 450 રૂપિયામાં લઇ જાઉં છું.” તેનાથી સહમત થઈને યુવતી કારમાં બેસી ગઈ.
કાર થોડી આગળ ગઈ, ત્યારે બીજી એક વ્યક્તિ પણ કારમાં આવી ગયો. પહેલા માણસને આગળ બેસાડવામાં આવ્યો અને યુવતી પાછળ. શરૂઆતમાં બધું ઠીક લાગતું હતું, પણ રસ્તો શાંત અને ડરામણો હતો. પછી તેણે 200 રૂપિયાનું ટોલ નાખ્યો, અને ડ્રાઇવરની વૃત્તિમાં થોડો ફેરફાર થયો.
ડ્રાઇવરે હિન્દીમાં મિત્રતાભરી વાતો કરી, પછી મોટેથી મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું, અને વીડિયો કોલ પર અન્ય લોકો સાથે વાત કરતો રહ્યો. એ વચ્ચે તે ચા અને સિગારેટ માટે અટક્યો અને યુવતીને પણ પૂછ્યું, પણ એણે ના પાડી દીધી. થોડા સમયમાં તે પેટ્રોલ પંપ પર રોકાયો અને યુવતી પાસેથી 300 રૂપિયાં પડાવ્યા. તે ડરી ગઈ હતી, તેથી તે પૈસા આપી દીધા.
પછી સ્થિતિ ખરાબ થવા લાગી. કારમાં બંને શખ્સ સિગારેટ અને હુક્કા પીવા લાગ્યા. અંતે તેઓ એક સૂમસામ જગ્યાએ રોકાયા. શખ્સોએ યુવતી પાસે ફોનમાં આવેલો OTP માંગ્યો અને એક બીલ બતાવ્યું, જેમાં 3000 રૂપિયાંનો ચાર્જ દર્શાવાયો હતો.
યુવતીને સમજાયું કે 450 રૂપિયાની ડીલ ફક્ત બુકિંગ માટે હતી. વધુમાં, તેમાંથી એક શખ્સે તેની મરજી વિરુદ્ધ તેનો ફોન લઈ લીધો અને WhatsApp પરથી લૉકેેશન ડિલીટ કરી દીધું, જો કે, ફોન પાછો આપી દીધો. ત્યારબાદ, તેણે યુવતી માટે Uber બોલાવી અને પોતે ચાલ્યો ગયો.
Uber ડ્રાઇવર અસલમાં ભરોસાપાત્ર લાગતો હતો. તેણે યુવતીને સલામત રીતે તેના પીજી સુધી પહોંચાડ્યું, જો કે એ રાઇડ માટે પણ યુવતીને પૈસા ચૂકવવા પડ્યા.
ઘટના અંતે યુવતીએ કહ્યું કે તે સુરક્ષિત છે, પણ આ કિસ્સાએ એને શીખવ્યું કે ઓછા ખર્ચની વાત પર વિશ્વાસ કરવું કેટલી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.