Briefcase Search Leads to Airport Arrest: એરપોર્ટ પર બ્રીફકેસમાંથી મળ્યું કંઈક એવું કે પોલીસએ તાત્કાલિક ધરપકડ કરી!
Briefcase Search Leads to Airport Arrest: એરપોર્ટ પર સુરક્ષા ચુસ્ત હોય છે, અને જો શંકાસ્પદ સામાન મળે, તો તાત્કાલિક તપાસ થાય છે. આવું જ બે બ્રિટિશ મિત્રો સાથે બન્યું. તેઓ ખરીદી માટે વિદેશ ગયા, પણ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમની બ્રીફકેસ ખુલતા જ ધરપકડ થઈ!
35 કિલો ડ્રગ્સ સાથે પકડાયા
અહેવાલ મુજબ, સોફી બેનિસ્ટર અને લેવી-એપ્રિલ વોલી, બે 30 વર્ષીય મિત્રો, બ્રિટનના બ્લેકબર્ન શહેરના રહેવાસી છે. ડિસેમ્બર 2023માં, જ્યારે તેઓ અમેરિકા પ્રવાસ બાદ બર્મિંગહામ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેમના બ્રીફકેસમાંથી 35 કિલો ક્લાસ B ડ્રગ્સ મળી આવ્યો. આ ડ્રગ્સની કિંમત લગભગ 1.7 કરોડ રૂપિયા હતી.
સજા અને ખુલાસો
જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારે તેમના ટેક્સ્ટ મેસેજ ચેક કરવામાં આવ્યા. જેથી સાબિત થયું કે તેઓ ડ્રગ્સ દાણચોરીના રેકેટનો હિસ્સો હતા. કોર્ટે સોફીને 20 મહિના અને લેવીને 16 મહિના જેલની સજા ફટકારી.
મિત્રતા અને નવી શરૂઆત
બંને મિત્રો સોશિયલ મીડિયા પર આપણી મજબૂત મિત્રતા છે એવું લખતા, પણ હવે તેઓ જીવનની નવી શરૂઆત કરવા માંગે છે.