Bundles of Cash on Footpath: ફૂટપાથ પર નોટોના ઢગલા પડેલા જોઈને લોકો ચોંકી ગયા, પછી ખુલ્યું રહસ્ય
Bundles of Cash on Footpath: રસ્તા પર ચાલતી વખતે કોઈ અજાણ્યા સ્થળે મોટી રકમ પડી હોય તો તમે શું કરશો? કંઈક આવું જ તાઇવાનના તૈનાન શહેરમાં થયું, જ્યાં એક ફૂટપાથ પર 1.5 કરોડ રૂપિયાની નોટો પડેલી જોઈને લોકો દંગ રહી ગયા.
સ્થાનિક નાગરિકોએ જ્યારે ફૂટપાથ પર નોટોના ઢગલા જોયા(Bundles of Cash on Footpath), ત્યારે તેઓએ તેને અજીબ માન્યું અને કોઈએ તેને હાથ પણ લગાવ્યો નહીં. લોકોને લાગ્યું કે આ કંઈક ગડબડ છે, એટલે કોઈએ પોલીસને જાણ કરી.
પોલીસ ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી. ક્યારેક મોટી રકમ જોવા મળે ત્યારે તે ગુનાથી જોડાયેલી હોવાની શક્યતા રહે છે, પરંતુ આ કેસમાં વાત કંઈક અલગ જ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નોટોના માલિક લી નામના એક સ્થાનિક વ્યક્તિ હતા.
જ્યારે પોલીસએ લી પાસે પૂછપરછ કરી, ત્યારે તેમણે એક આશ્ચર્યજનક કારણ આપ્યું. લીના જણાવ્યા મુજબ, તેમના ઘરમાં પડેલી નોટો પર ફૂગ લાગી ગઈ હતી, તેથી તેણે તેને સૂર્યપ્રકાશમાં સુકવવા માટે ફૂટપાથ પર મૂકી હતી.
આ વાત સાંભળીને પોલીસ પણ ચકિત થઈ ગઈ અને તેને સલાહ આપી કે આવી મોટી રકમ બેંક લોકરમાં રાખવી જોઈએ. આ સલાહથી સહમત થઈને, લી પોતાની નોટો ઉંચકી અને ત્યાંથી નીકળી ગયા.