Caught by the Doorbell Cam: ગર્લફ્રેન્ડની ગેરહાજરીમાં બોયફ્રેન્ડની બેવફાઈ કેમેરામાં કેદ, એલેક્સાની દિલ તોડતી વાર્તા
Caught by the Doorbell Cam: સંબંધોમાં વિશ્વાસ એ મજબૂત આધારશિલા હોય છે. એકવાર એ આધાર તૂટી જાય, તો સંબંધ નહીં પણ આત્મા ખોવાઈ જાય. લોસ એન્જલસની 30 વર્ષની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર એલેક્સા લોસીને એવો અનુભવ થયો કે જેણે તેને અંદરથી હચમચાવી દીધી.
એલેક્સા બે અઠવાડિયા માટે ન્યૂ યોર્ક કામના મામલે ગઈ હતી. એ સમયગાળા દરમિયાન તેના બોયફ્રેન્ડનો સ્વભાવ બદલાઈ ગયો. સંવાદ ઓછો થયો અને કાળજીમાં અણગમો ઉમેરાયો. શરૂઆતમાં તેણે આ બધું કામની વ્યસ્તતા ગણાવીને અવગણ્યું, પણ ઘર પરત ફરતા જ બધું સ્પષ્ટ થવા લાગ્યું.
ઘરમાં પગ મૂકતા સાથે જ એલેક્સાને કંઈક અસામાન્ય લાગ્યું. મહેંગા સ્કિનકેર પ્રોડક્ટ્સ પર અજાણ્યા ફિંગરપ્રિન્ટ્સ, ખુલ્લાં પાર્સલ અને પર્ફ્યુમના સુગંધિત પરંતુ છૂટા વાસ—આ બધુ કોઈ બીજાની હાજરી દર્શાવતું હતું. એક સ્ત્રી હતી… અને એ સ્ત્રી, એલેક્સા જેવી જ દેખાતી!
ઘટનાઓના તાણે, એલેક્સાએ બોયફ્રેન્ડ પાસેથી ઘરમાં લાગેલા ડોરબેલ કેમેરાનો પાસવર્ડ માગ્યો. પરંતુ જવાબ મળ્યો કે કેમેરો હજુ શરૂ કરાયો નથી. શંકા વધુ ઉંડી થઈ. એક રાતે એલેક્સાએ પોતે પ્રયાસ કર્યો—પાશવર્ડ તરીકે પોતાનો જન્મદિવસ નાખ્યો. કેમેરો ખૂલી ગયો.
જ્યાંથી શરૂ થયો સત્યનો પર્દાફાશ. છેલ્લા કેટલાય દિવસોથી એક છોકરી દરરોજ રાત્રે એના ઘરમાં આવી રહી હતી. ચહેરો, વાળ, ઊંચાઈ—એલેક્સાની હાર ઝંખતી નકલ!
રાતે 2 વાગ્યે એલેક્સાએ પોતાના સાયબર એક્સપર્ટ મિત્રને બોલાવ્યો. મિત્રે 10 મિનિટમાં જ છોકરીનું સોશિયલ પ્રોફાઇલ શોધી કાઢ્યું. અને હા, એ છોકરીને એલેક્સાનો બોયફ્રેન્ડ પણ ફોલો કરતો હતો.
ગમગીન અને ગુસ્સાવાળી એલેક્સાએ ફૂટેજના સ્ક્રીનશોટ છાપીને આખા ઘરમાં વેરવિખેર કરી દીધા. પછી પોતાનો સામાન ભેગો કર્યો અને ઘર હંમેશા માટે છોડ્યું.
કેટલાક મહિનાં પછી એ નકલવાળી છોકરીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ એલેક્સાએ કોઈ પ્રતિસાદ આપ્યો નહીં. આજે એલેક્સા પોતાના જીવનમાં શાંતિથી આગળ વધી રહી છે, અને આ સમગ્ર ઘટનાને તેણે Unbothered Podcast પર ખુલ્લેઆમ શેર કરી.