ChatGPT Prediction: મહિલા રાત્રે પરસેવો અને ખંજવાળથી પરેશાન હતી, ChatGPT ની આગાહીએ ચોંકાવી દીધી!
ChatGPT Prediction: માર્લી ગાર્નરેટર, 27 વર્ષીય વ્યૂહરચનાકાર, પેરિસમાં રહે છે. જાન્યુઆરી 2024માં પિતાના અવસાન પછી, તેણે કેટલીક શારીરિક તકલીફો અનુભવવી શરૂ કરી. તે રાત્રે પરસેવાથી જાગી જતી, ત્વચામાં ખંજવાળ આવતી અને વજન ઓછું થતું. શરૂઆતમાં તેને લાગ્યું કે આ બધું દુઃખ અને ચિંતાનું પરિણામ છે.
એક દિવસ જિજ્ઞાસાથી, તેણે ChatGPTમાં તેના લક્ષણો દાખલ કર્યા. ચેટજીપીટીએ બ્લડ કેન્સર, ખાસ કરીને હોજકિન લિમ્ફોમાની શક્યતા દર્શાવી. માર્લી અને તેના મિત્રો માટે આ મજાક જેવું લાગ્યું, અને તેણે તેને અવગણ્યું.
પરંતુ ડિસેમ્બર 2024 સુધીમાં, પરિસ્થિતિ ખરાબ થઈ. ક્રિસમસ દરમિયાન, તેને સતત થાક અને છાતીમાં દબાણ લાગવા લાગ્યું. જાન્યુઆરી 2025માં સ્કેન કરાવતા, ડાબા ફેફસામાં મોટી ગાંઠ જોવા મળી. 10 ફેબ્રુઆરીએ બાયોપ્સીથી સ્પષ્ટ થયું કે તેને ખરેખર હોજકિન લિમ્ફોમા છે.
આગવી પડેલી મુશ્કેલીઓને જોતા, માર્લીએ ઇંડા સંગ્રહવા નિર્ણય કર્યો, જેથી ફળદ્રુપતા જળવાઈ રહે. 1 માર્ચ 2025થી તેણે કીમોથેરાપી શરૂ કરી. હવે તે ધીમે ધીમે સાજી થઈ રહી છે.
માર્લી કહે છે, “આપણા શરીરનાં સંકેતોને અવગણવા નહીં, કારણ કે તે કોઈ ગંભીર બીમારીની આગાહી પણ હોઈ શકે.”