Chopsticks Found in Mans Brain: મગજમાં 5 મહિના સુધી ફસાયેલા ચોપસ્ટિક્સ! આશ્ચર્યજનક સત્ય બહાર આવ્યું
Chopsticks Found in Mans Brain: સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારી ઘટના વાયરલ થઈ રહી છે. વિયેતનામના 35 વર્ષીય વ્યક્તિને 5 મહિના સુધી ગંભીર માથાનો દુખાવો, દૃષ્ટિમાં ધૂંધળાપણું અને નાકમાંથી અજાણ્યું પ્રવાહી વહી રહ્યું હતું. તેણે પેઇનકિલર્સ પણ લીધા, પણ સ્થિતિ સુધરી નહીં. જ્યારે તે ગભરાઈને હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે ડોક્ટરોએ તેની સીટી સ્કેન રિપોર્ટ જોયી અને ચોંકી ગયા.
સ્કેનમાં જાણવા મળ્યું કે તેના મગજમાં ચોપસ્ટિક્સની એક જોડી ફસાઈ ગઈ હતી! આ વાત સાંભળીને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. વધુ તપાસ કર્યા બાદ, તેને યાદ આવ્યું કે 5 મહિના પહેલા દારૂ પીને એક ઝઘડામાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે કોઈએ તેના નાકમાં ચોપસ્ટિક્સ ઘૂસાડી દીધી હતી, પણ તે એ વાત ભૂલી ગયો હતો.
વૈજ્ઞાનિક રીતે, આ એક દુર્લભ અને ગંભીર કેસ હતો. ડોક્ટરોએ એન્ડોસ્કોપિક સર્જરી કરીને ચોપસ્ટિક્સ કાઢી અને મગજમાં થયેલા નુકસાનની સારવાર કરી. સાજા થયા બાદ, તે વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને લોકો વિચાર કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ 5 મહિના સુધી મગજમાં ચોપસ્ટિક્સ રાખીને કેવી રીતે જીવી શકે?