Coach Teaches Women to Marry Rich: શ્રીમંત જીવનસાથી મેળવવાની ટીપ્સ આપી ને કરોડોની કમાણી કરતી ચીનની લવ ગુરુ
Coach Teaches Women to Marry Rich: આજના સમયમાં લોકો પોતાની કૌશલ્યતા વધારવા માટે નાનાં-મોટાં કોર્સ કરે છે. ક્યાંક કોઈ નૃત્ય શીખે છે, તો ક્યાંક ભાષણ કળા સંભાળે છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ જીવનસાથીને ફસાવવા માટે પણ ક્લાસ આપે છે? ચીનની એક મહિલા એવી જ ક્લાસો દ્વારા લોકોને પ્રેમ અને લગ્ન માટેની ટ્રેનીંગ આપે છે અને આશ્ચર્યજનક રીતે તે આ કામથી કરોડો રૂપિયા કમાઈ રહી છે.
ચીનની લી ચુઆંકુ નામની મહિલાએ પોતાને ‘લવ ગુરુ’ જાહેર કરી છે. તે છોકરીઓને શીખવે છે કે કેવી રીતે અમીર છોકરાઓને આકર્ષવા અને તેમની સાથે લગ્ન કરવાની તક મેળવવી. તેની ટીપ્સ માટે છોકરીઓ ખુશીથી મોટા પૈસા આપે છે. સોશિયલ મીડિયા પર પ્રભાવક હોવા છતાં, તે મુખ્યત્વે ઓનલાઈન ક્લાસ, વર્કશોપ અને સેમિનાર મારફતે પોતાની સલાહ આપે છે.
લીનાના એક ક્લાસ માટે લગભગ ₹12,945 ચૂકવવા પડે છે, જ્યારે તેનો સૌથી લોકપ્રિય કોર્સ ₹43,179 નો છે. વ્યક્તિગત માર્ગદર્શન માટે તો તે મહિને ₹1,16,927 લે છે. આ જ રીતે, તે દર વર્ષે આશરે ₹167 કરોડની આવક પેદા કરે છે.
તાજેતરમાં, ચીનના કરવેરા વિભાગે તેના પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે અને ₹8.5 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આમ છતાં, લોકોની વચ્ચે તેની લોકપ્રિયતા ઓછી થઈ નથી. આજે પણ અનેક યુવતીઓ તેની પાસેથી પ્રેમમાં સફળ થવાના ફંડા શીખવા તૈયાર છે.