DNA test solve mystery of vanished woman: ૫૬ વર્ષ પછી ખુલ્યું ગુમ થયેલી સ્ત્રીનું રહસ્ય, ડીએનએ ટેસ્ટથી બહાર આવ્યું સત્ય
DNA test solve mystery of vanished woman: ક્યારેક જીવનમાં ઘટતી કેટલીક ઘટનાઓ માનવીને હચમચાવી મૂકે છે. આવી જ ઘટના અમેરિકામાં રહેતી પેનેલોપ વેલાન્કોર્ટ સાથે બની, જેણે પોતાની માતા ડોરોથી વિલિયમ્સને ૫૬ વર્ષ સુધી ગુમ માનતા વિતાવી દીધા. 1966માં ડોરોથી અચાનક સાન ફ્રાન્સિસ્કોમાંથી ગુમ થઇ ગઈ હતી. આખો પરિવાર, પોલીસ અને એફબીઆઈ દ્વારા શોધખોળ કરવામાં આવી, પણ કોઈ કળું મળ્યું નહીં. પેનેલોપ, જે સમયે માત્ર 15 વર્ષની હતી, જીવનભર રસ્તા પર તેના જેવી દેખાતી સ્ત્રીઓને શોધતી રહી.
ડોરોથીનું જીવન પણ ચકચકી વાતોથી ભરેલું હતું. ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં જન્મેલી ડોરોથીએ WWII દરમિયાન ફ્રાંસીસ વેલાન્કોર્ટ સાથે લગ્ન કરીને અમેરિકા વસવાટ કર્યું હતું. છૂટાછેડા પછી તેણી એક જર્મન પુરુષ સાથે લગ્ન કરીને અલગ જીવન જીવી રહી હતી. છેલ્લે તેણે એક ફાયર સ્ટેશન પાસે લોકો પાસેથી પૈસા માંગતા જોઈ હતી. ત્યાંથી ગુમ થવાની ઘટના ઓક્ટોબર 1966ની છે.
ડોરોથીના ગુમ થયાના બે મહિના પછી તેની લાશ એક પહાડી વિસ્તારમાં મળી આવી, પણ ઓળખ ન થતા “મેરિન કાઉન્ટી જેન ડો” તરીકે દફનાવવામાં આવી.
વર્ષો પછી ડીએનએ ટેક્નોલોજી વરદાન સાબિત થઈ. 2022માં, ઓથરામ લેબ્સ દ્વારા મૃતદેહનું ડીએનએ તેના દીકરા-દીકરીઓ સાથે મેળ ખાતું નીકળ્યું અને પેનેલોપને ખબર પડી કે વર્ષો પહેલા મળેલી અજાણી લાશ તેની જ માતાની હતી.
હવે પણ મૃત્યુની ચોક્કસ પરિસ્થિતિ અજાણી છે, પણ પેનેલોપને અંતે એક જવાબ મળ્યો — તેની માતા આખરે મળી ગઈ.