રિલેશનશીપમાં ઘણીવાર લડાઈ ઝગડા તકરાર થતી હોય છે. ક્યારેક ગુસ્સામાં આવી જવાથી ન બોલવાના શબ્દો બોલાય જતા હોય છે જેનાથી સંબન્ધ વણસી જાય છે, ક્યારેક તો સાવ નાનકડી લાગતી વાત પણ ખુબ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને સંબન્ધોમાં કાયમી તિરાડ પાડી જાય છે. ક્યારેક તકરાર એટલી વણસી જાય છે કે કાયમ માટે બ્રેકઅપ થઇ જાય છે.
બ્રેકઅપ થવાનું કારણ છોકરીઓ ઝગડો થાય તેને સમજી લે છે જયારે છોકરાઓ છોકરીઓમાં રહેલી કેટલીક ખરાબ આદતથી સંબન્ધ તોડી નાખતા હોય છે. જો તમે તમારી રિલેશનને ટકાવી રાખવા માંગતા હોતો ક્યારેય આ વાત તમારા પાર્ટનરને ભૂલથી પણ ન કરશો.
1)દોસ્તોની બુરાઈ ન કરો: છોકરાઓ માટે તેમના મિત્રો ખુબજ મહત્વ ધરાવતા હોય છે. ભૂલથી પણ તેમની સામે ક્યારેય તેમના દોસ્તોને ખરાબ ન કહેશો.
2) કપડાં વિષે ક્યારેય રોકટોક ન કરશો: તમારા પાર્ટનરને ક્યારેય ભૂલથી પણ કપડાં વિષે રોકટોક ન કરશો
3) વધારે પડતી પુછપરછ કર્યા ન કરો : કેટલાક લોકો પોતાના પાર્ટનર પર ખોટો શક કર્યા કરે છે. વાતવાતમાં ટોક્યા કરે છે આવું વારંવાર થાય તો તમારો પાર્ટનર તમારાથી ઇરીટેડ થઇ શકે છે.
4) સરખામણી કરવી: ક્યારેય કોઈ સાથે સરખામણી કરવી સામેના પાત્રને ખુબજ ખટકે છે આથી ભૂલથી પણ કોઈની સાથે કે કોઈના કામ સાથે તમારા સાથીની સરખામણી ન કરશો.
5) એટિટ્યૂડ બતાવવો: સામેના પાત્રને સતત લાગે કે તમે તેમની સાથે એટિટ્યૂડથી વાત કરો છો તો તમારા સંબન્ધોમાં આવશે કડવાહટ. એક બીજાની સતત સંભાળ રાખવાથી ગમા અણગમા વિષે જાણી લેવાથી આસાનીથી સંબન્ધ સાચવી શકાય છે.