Dubai VIP Parties Exposed: દુબઈની શાહી પાર્ટીનું કાળૂ સત્ય, મોડેલની મૃત્યુથી છતી થયેલી વાસ્તવિકતા
Dubai VIP Parties Exposed: દુબઈના ચમકતા જીવનની પાછળનું કાળૂ સત્ય તાજેતરમાં ત્યારે છતું થયું જ્યારે યુક્રેનિયન મોડેલ 10 દિવસ ગુમ રહીને તૂટેલી કરોડરજ્જુ સાથે મળી. આ ઘટનાએ ‘પોર્ટા પોટી પાર્ટી’ નામથી ઓળખાતા શ્રીમંતોના ગુપ્ત કાર્યક્રમોનો પર્દાફાશ કર્યો છે.
સૂત્ર મુજબ, આ પાર્ટીઓમાં એક રાતમાં 8 કરોડ રૂપિયા ખર્ચાય છે. 20 મોડેલ્સની હાજરી માત્ર 5 કરોડની હોય છે, જ્યારે હોલીવુડ સેલિબ્રિટી માટે 2.8 કરોડ ખર્ચાય છે. યાટ, ડીજે અને મોંઘી શેમ્પેન જેવી સુવિધાઓ આ ખર્ચને વધુ વધારે છે.
આ પાર્ટીઓનો મુખ્ય હેતુ સ્ટેટસ સિમ્બોલ તરીકે કામ કરવાનો છે. સૂત્ર જણાવે છે: “જ્યારે કોઈ પ્રખ્યાત અભિનેત્રી તમારી યાટ પર હોય, તો લોકો તમને મોટા ખેલાડી તરીકે ગણે.”
દુઃખદ બાજુ એ છે કે આ પાર્ટીઓમાં મોડેલ્સ સાથે અમાનવીય વર્તનની ઘટનાઓ નોંધાય છે. થપ્પડ, પીણાં ફેંકવા અને જબરજસ્તી જેવી ઘટનાઓ આ ગ્લેમરસ જગ્યાઓની ડાર્ક રિયાલિટી બતાવે છે.
આ ઘટના દુબઈના વૈભવી જીવનની પાછળ છુપાયેલી કઠોર વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, જ્યાં મનુષ્યત્વ દરજ્જા અને લોભના બલિદાન બની જાય છે.