દક્ષિણ આફ્રિકાઃ અત્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાતો અને નેતાઓ પણ ઓનલાઈન મિટિંગ કરવા લાગ્યા છે. ત્યારે ઓનલાઈન મિટિંગ દરમિયાન કેટલીક અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક મામલો દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો છે. જ્યાં કોરોનાના વધતાં કેસોને લઈને મીટિંગ ચાલી રહી હતી, તે દરમિયાન એક નેતાની પત્ની કપડા પહેર્યા વગર નગ્ન અવસ્થામાં પતિ સામે આવીને ઉભી રહી ગઈ હતી. મીટિંગમાં હાજર નેતાઓ અને સાંસદોએ તે નેતાને જણાવ્યુ કે, આપની પત્ની કપડા પહેર્યા વગરની સ્ક્રિન પર સૌને દેખાઈ રહી છે. જેના કારણે આ નેતા શરમથી પાણી પાણી થઈ ગયા હતા.
હકીકતમાં જોઈએ તો, દક્ષિણ આફ્રિકામાં 23 પરંપરાગત નેતાઓની સંસ્થાઓ નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના એક સભ્ય, મંગળવારે બેઠક દરમિયાન પૂર્વી કેપટાઉનમાં કોરોનાથી થઈ રહેલા મોત વિશે વાત કરી રહ્યા હતા. આ નેતાઓ મીટિંગમાં વાત કરી રહ્યા હતાં, કે કેવી રીતે ડોક્ટર્સ સાથે મલીને કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમની પત્નિ અચાનક કપડા પહેર્યા વગર પાછળ દેખાવા લાગી હતી.
આ દમિયાન મીટિંગમાં હાજર એક નેતાએ તાત્કાલિક ટોક્યા, આપની પાછળ ઉભેલી મહિલાએ યોગ્ય રીતે કપડા પહેર્યા નથી. અમે બધુ જોઈ રહ્યા છીએ. શું તમે તેમને જણાવ્યુ નથી કે, તમે મીટિંગમાં છો.આ ખૂબ જ મુશ્કેલભર્યુ છે, જે અમે જોઈ રહ્યા છીએ.
જ્યારે આ નેતા Xolile Ndevuને તેની જાણ થઈ તો, તેણે પોતાના હાથથી ચહેરો છૂપાવી લીધો અને શરમથી પાણી પાણી થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતું કે, હું ખૂબ જ દિલગીર છું, હું કેમેરા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો હતો. મેં પાછળ જોયુ જ નથી, હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો છુ. આપ સૌની માફી માગી રહ્યો છું.