Earn Crores on Scottish Island: ફ્રી હેલ્થકેર અને લાખો રૂપિયાનો પગાર, સ્કોટલેન્ડના એક ટાપુ પર અનોખી તક
Earn Crores on Scottish Island: દુનિયાભરમાં ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો રજાઓ માટે જતા હોય છે. પરંતુ સ્કોટલેન્ડના પશ્ચિમ કિનારે આવેલા યુસ્ટ અને બેનબેકુલા ટાપુ પર એક અનોખી તક છે, જ્યાં તમારા તમામ ખર્ચ મફત છે, અને જો તમે અહીં કામ કરવા આવશો, તો તમને 1.5 કરોડ રૂપિયા પણ મળશે. પરંતુ, આ ચેલેન્જ છે, કે જો તમે ત્યાં adapt ન થઈ શકો, તો આ જગ્યા તમારા માટે નથી.
આ ટાપુ પર હવે ફક્ત 40 લોકો રહે છે, પરંતુ ટાપુ પર ઘણી નોકરીઓ માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડોક્ટરની પોસ્ટ સૌથી રસપ્રદ છે. NHS વેસ્ટર્ન આઇલ્સ દ્વારા જાહેર કરાયેલ ભરતીમાં ડૉક્ટરને વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર મળશે, જે બ્રિટનના ડૉક્ટરો કરતાં 40% વધુ છે. આ ઉપરાંત, 8 લાખ રૂપિયા ટ્રાન્સફર ભથ્થું, 1.3 લાખ રૂપિયા વર્કિંગ ભથ્થું અને 11 લાખ રૂપિયા ગોલ્ડન ભથ્થું પણ મળશે.
અગત્યનું છે કે, અહીં ફક્ત 40-42 કલાક કામ કરવું પડશે, અને જે લોકો આ ટાપુ પર કાર્ય કરવા ઇચ્છે છે, તેવા લોકોને ગ્રામીણ વિસ્તારમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
શાળાની પસંદગી માટે પણ અનેક પદો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આચાર્ય પદ માટે 62 લાખ રૂપિયાનો પગાર પ્રસ્તાવિત છે.