Earning Through Humiliation: અપમાનથી કમાણી, જ્યારે લોકો પોતાનું અપમાન કરાવવા માટે પૈસા ચૂકવવા તૈયાર થાય!
Earning Through Humiliation: આજના સોશિયલ મીડિયાના યુગમાં, લોકો પોતાની અનોખી ઇચ્છાઓ ખુલ્લેઆમ શેર કરી રહ્યા છે, અને કેટલીક વ્યક્તિઓ આમાંથી કમાણીનો અનોખો રસ્તો શોધી રહી છે. લંડનમાં રહેતી 30 વર્ષીય ટિફની સાન્તોસ એ એવી મહિલાઓમાંની એક છે, જે પુરુષોને અપમાન કરી પૈસા કમાય છે.
ટિફની એવા પુરુષો માટે સામગ્રી બનાવે છે, જેમને એક સુંદર અને આત્મવિશ્વાસી મહિલાથી અપમાનિત થવામાં આનંદ આવે. તે પુરુષોની મનગમતી શરતો મુજબ તેમને ત્રાસ આપે છે અને આ માટે મોટો ચાર્જ લે છે.
હમણાં જ એક ચાહક, માર્કોસ સૂઝાએ, ટિફનીને વિનંતી કરી કે તે તેને ગળામાં પટ્ટો બાંધીને કૂતરાની જેમ રસ્તા પર ફરવા લઈ જાય. ટિફનીએ આ વિનંતિને સ્વીકારી અને તેની ઈચ્છા મુજબ કર્યું. માત્ર એટલું જ નહીં, માર્કોસ હવે ટિફની માટે ઘરકામ કરે છે, સાફસફાઈ કરે છે, ભોજન બનાવે છે અને તેના સાથે વિવિધ કાર્યક્રમોમાં પણ જાય છે.
ટિફનીના ચાહકો તેની આ અજીબ દુનિયાનો અનુભવ લેવા માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવે છે. કેટલાક ચાહકો તેને સ્ક્રિપ્ટ મોકલે છે, જે મુજબ તે અભિનય કરે છે. આ સેવાઓ માટે તે 8 લાખથી 17 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.
ટિફની દરેક ચાહક સાથે કરાર પર હસ્તાક્ષર કરાવે છે, જેમાં પરસ્પર સંમતિ અને દસ્તાવેજીકરણની મંજૂરી સમાવિષ્ટ હોય છે. આવી વિક્રમશીલ કમાણીનો પ્રયોગ આજના સોશિયલ મીડિયાના યુગમાં ચર્ચાનો વિષય બન્યો છે.