England man lives in truck: ટ્રકમાં મહેલ, ખર્ચાળ ઘરના યુગમાં નવી જીંદગીનો અનોખો વિકલ્પ
England man lives in truck: આજના સમયમાં ઘર ખરીદવું સામાન્ય માણસ માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. એવા સમયમાં દક્ષિણ ઇંગ્લેન્ડના રહીશ સેમે એક અનોખો રસ્તો પસંદ કર્યો છે. ઘરના ભારે ખર્ચથી પરેશાન સેમે પારંપારિક ઘર છોડીને એક ટ્રકને પોતાનું ઘર બનાવી નાખ્યું છે.
અગ્નિશામક તરીકે કામ કરતા અને પિતા તરીકે જવાબદારી નિભાવતા સેમે જૂની ટ્રક ખરીદી અને તેને સંપૂર્ણ રહેણાંક માટે લાયક બનાવી. અંદરથી આ ટ્રક કોઈ અદભૂત મકાનથી ઓછી નથી—કિંગ સાઈઝ બેડ, આધુનિક રસોડું, સ્નાનગૃહ અને બાળકો માટે બંક બેડ જેવી સુવિધાઓ ધરાવે છે. તેણે આ સમગ્ર વ્યવસ્થામાં અંદાજે 71 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.
સેમે જણાવ્યું કે તેમનો સૌથી મોટો ખર્ચ માત્ર ઇંધણ છે, જે પ્રતિ લિટર રૂ. 156 જેટલું છે. છતાંય, પરંપરાગત ઘરની તુલનાએ ટ્રકમાં જીવવાનો ખર્ચ ઘણો ઓછો છે અને તે દર વર્ષે લાખો રૂપિયા બચાવે છે. સેમનું માનવું છે કે ઘર એ બિલ્ડિંગ નહીં, પણ એક એવી જગ્યા છે જ્યાં શાંતિ અને આરામ મળે.
View this post on Instagram
હાલમાં સેમ પોતાનું ટ્રક વેચવાનું વિચારી રહ્યો છે, કારણ કે તેને લાગે છે કે તેની મોટાભાગની સંપત્તિ આ ટ્રકમાં જ રોકાઈ છે. પરંતુ તે ઇચ્છે છે કે પહેલા તે આ ટ્રક લઈને યુરોપમાં યાત્રા કરે. આ સમયગાળામાં, તે અઠવાડિયામાં ચાર દિવસની રજા દરમિયાન પોતાનું ટ્રક લઈને ફરતો રહે છે.
સેમની જીવનશૈલી એ દર્શાવે છે કે સંસાધનોની મર્યાદા હોવા છતાં, અનોખી વિચારધારાથી સુંદર જીવન જીવાય છે.