Falling Space Junk: અવકાશમાંથી આવતી આફત, કચરાનો ખતરનાક વરસાદ
Falling Space Junk: આપણું આકાશ હવે ફક્ત તારાઓ અને ગ્રહોનું ઘર રહ્યું નથી, પરંતુ ત્યાં હજારો નહીં પણ લાખો ટુકડાઓના કચરાથી ભરાઈ ચૂક્યું છે. જી હા, એજ અવકાશનો કચરો હવે પૃથ્વી તરફ ધીમે ધીમે પડવાનું શરૂ કરી ચૂક્યો છે, જે એક ગંભીર સમસ્યા બની રહી છે.
યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, જુના રોકેટ્સ અને નિષ્ક્રિય ઉપગ્રહોના ટુકડા અવકાશમાં ફરતા રહે છે અને હવે મોટા પ્રમાણમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યા છે. જો કે ઘણા ટુકડા પૃથ્વીની હવામાં પ્રવેશતા સાથે જ બળી જાય છે, પરંતુ કેટલાય ટુકડા છે જે બચી જાય છે અને નીચે સુધી આવી પહોંચે છે.
અહીં પ્રશ્ન એ છે કે આટલી ઊંચાઈથી પડતા આ તીવ્ર અને ધાતુના ટુકડા કેટલું નુકસાન કરી શકે છે? અત્યાર સુધી આ ટુકડા મોટા ભાગે દરિયાઓ કે ખાલી વિસ્તારોમાં પડતાં હતા, પરંતુ હવે તેમની સંખ્યા એટલી વધી ગઈ છે કે રહેણાંક વિસ્તારોમાં પણ પડવાનો ખતરો વધી રહ્યો છે.
2024માં જ વૈજ્ઞાનિકોએ અંદાજે 3000 નવા અવકાશ કચરાના ટુકડાઓ શોધ્યાં છે. હાલ 1 સેન્ટિમીટરથી મોટાં 12 લાખથી વધુ ટુકડા અવકાશમાં હાજર છે, જેમાંથી 10 સેન્ટિમીટરથી પણ મોટા લગભગ 50 હજાર ટુકડા છે. આ ફક્ત પૃથ્વી માટે જ નહીં, પણ અવકાશમાં ફરતા સક્રિય ઉપગ્રહો અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે પણ મોટો ખતરો છે.
હવે માત્ર કચરો ઘટાડવો પૂરતો નથી… અવકાશ સાફ કરવું જ એકમાત્ર ઉપાય છે.