Farmer Survives Broken Neck: શરીરથી માથું અલગ… પણ જીવતો રહ્યો! અમેરિકન ખેડૂતની ચમત્કારિક બચાવની વાર્તા
Farmer Survives Broken Neck: શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈનું માથું તેમના શરીરથી અલગ થઈ જાય અને છતાં તે વ્યક્તિ જીવતી બચી જાય? સૌપ્રથમ સાંભળતાં જ એવું લાગશે કે આ તો અશક્ય છે. પણ અમેરિકાના એક ખેડૂત સાથે એક એવો ચમત્કાર થયો, જેને સમજવો પણ માનવ બુદ્ધિને પડકાર આપે. 50 વર્ષના આ ખેડૂતનો એક ભયંકર ટ્રક અકસ્માત થયો, જેમાં તેમનું માથું તેની ગરદનથી લગભગ અલગ થઈ ગયું હતું. પરંતુ આધુનિક તબીબી સારવાર અને તેમની હિંમતથી તેમનું જીવંત રહેવું શક્ય બન્યું.
આ ઘટનાની શરૂઆત 2020 ડિસેમ્બરમાં થઈ હતી, જ્યારે આ ખેડૂત પોતાનો પિકઅપ ટ્રક ચલાવી રહ્યા હતા. રસ્તામાં ખાડો જોઈ તેઓ ટ્રક મોડી છટકાવા માગ્યા પણ ટ્રક ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમની ગરદન, કરોડરજ્જુ સાથેના જોડાણમાંથી અલગ થઈ ગઈ. જેમ કે કોઈનું માથું શરીરથી લૂસ થઈ જાય, પણ ત્વચા અને નસો બચી જાય – એવું થયું હતું. ડોકટરોને આ દુર્લભ સ્થિતિ ‘એટલાન્ટો-ઓસિપિટલ ડિસલોકેશન’ (atlanto-occipital dislocation) તરીકે ઓળખી છે.
આમ છતાં, ખેડૂત આખો સમય હોશમાં રહ્યો. તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમના સીટબેલ્ટ પહેરેલો હોવાથી મગજને ગંભીર ઇજા ટળી. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરી, જેમાં માથું અને ગરદનને પ્લેટ અને સ્ક્રૂ દ્વારા ફરીથી સ્થિર કરવામાં આવ્યા. બાદમાં તેમને 18 અઠવાડિયા માટે સર્વાઇકલ બ્રેસ પહેરવી પડી.
આ અકસ્માતમાં તેમનો ડાબો પગ, ચાર પાંસળીઓ અને હાડકાં તૂટી ગયાં. તેમ છતાં, તેમણે 10 અઠવાડિયા હોસ્પિટલમાં રહી અને 5 અઠવાડિયા ફિઝિયોથેરાપી કરી. તેમનું કુલ હોસ્પિટલ બિલ 4 લાખ ડોલર હતું, જેમાંથી વીમાની મદદથી તેમને ફક્ત 50,000 ડોલર ચુકવવા પડ્યાં.
હવે તેઓ દોડી તો ન શકે, પણ તેમને જીવનથી પ્રેમ છે. તેમણે 2021માં લગભગ 2,000 કિમી સાયકલ ચલાવી અને ફરીથી મોટરબાઈક ચલાવવાનું શરૂ કર્યું. ડોક્ટરો હવે સાયકલ ચલાવવાની મંજૂરી નથી આપતા, પરંતુ આ માણસ માટે જીંદગી હવે એક નવી દીશા બની ગઈ છે – જેના માટે દ્રઢ ઇચ્છાશક્તિ અને આધુનિક તબીબી પ્રગતિનો ઋણભાર માનવો પડે.