Fart Pills That Smell Like Chocolate: પાદથી પરેશાન? હવે આવી ગઈ એવી ગોળી કે રૂમ ફ્રેશનરની પણ જરૂર નહીં રહે!
Fart Pills That Smell Like Chocolate: જ્યાં જરૂરિયાત હોય ત્યાં શોધ થવી સ્વાભાવિક છે, પરંતુ કેટલીક શોધ એવી પણ હોય છે જે હસાવી નાખે! ફ્રાન્સના 65 વર્ષીય ક્રિશ્ચિયન પોઇન્ચેવલે એવી જ એક અજાણી અને રમૂજી શોધ કરી છે – એક એવી ગોળી જે માનવ શરીરમાંથી આવતા ગેસને ચોકલેટ જેવી સુગંધમાં ફેરવી નાખે છે!
આ શોધ પાછળ પણ એક રસપ્રદ કથા છે. વર્ષ 2006માં પોઇન્ચેવલ પોતાના મિત્રો સાથે ભોજન લઈ રહ્યા હતા, ત્યારે વધારે ખાવાથી ગેસની દુર્ગંધ સામે અસ્પૃશ્ય બની ગયા. પોઇન્ચેવલ કહે છે કે આ અનુભવ એટલો ખરાબ હતો કે તેણે વિચાર્યું કે આ સમસ્યાનો હલ શોધવો જ પડશે.
View this post on Instagram
પછી તેમણે કુદરતી ઘટકોના આધારે ગોળીઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ગુલાબ અને વાયોલેટ સુગંધવાળી ગોળીઓ બનાવ્યા બાદ, હવે તેમણે ચોકલેટ સુગંધવાળી નવી ટેબ્લેટ બજારમાં રજૂ કરી છે. આ ગોળીઓ વનસ્પતિ ચારકોલ, દરિયાઈ બીજ, બિલબેરી અને કોકો પાઉડર જેવા તત્વોથી બનેલી છે અને શરમજનક પળોને ખુશબૂદાર બનાવે છે.
JE WAJUA?
VIDONGE VYA KUKUFANYA UKIJAMBA UTOE HARUFU YA KUNUKIA,YA CHOCOLATE,ROSE
✍”Fart Pills” ni vidonge ambavyo ukivimeza vitakufanya ujambe harufu ya kunukia, harufu ya chocolate,Rose(waridi)
✍Viligunduliwa na Mtaalam wa Kifaransa Christian Poincheval,2007#FunFactFriday pic.twitter.com/dSWFZQAjlo
— JIGWA Frankie (@Jigwa26) July 17, 2020
ફક્ત માનવ માટે જ નહીં, પોઇન્ચેવલે પાલતુ પ્રાણીઓ માટે પણ ગંધ ઘટાડતો પાવડર બનાવ્યો છે. આ ઉત્પાદનને ઘણા લોકો પેટની તકલીફ માટે તો કેટલાક હસાવા માટે ભેટરૂપે પણ ખરીદે છે.
શું હવે રૂમ ફ્રેશનરની જરૂર પણ નહીં રહે? લોકોના પ્રતિસાદ પરથી તો એવું જ લાગે છે!