Found Family in Nursing Home: વૃદ્ધાશ્રમમાં મળી મા-દાદીની લાગણી, એક નાનકડી માંગથી હ્રદય પીગળી ગયું
Found Family in Nursing Home: બ્રિટ્ટેની સ્પાઈવી, અમેરિકાની વોકલ કોચ છે. 2022માં માતાના અવસાન બાદ તેના જીવનમાં ખાલીપો છવાઈ ગયો હતો. માતા અને દાદીના સ્નેહથી વિહોણી થઈ ગયેલી બ્રિટ્ટેનીએ એ ખાલી જગ્યા ભરી દેવા માટે નજીકના વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું શરૂ કર્યું. એ ફૂલ લઈને જતી અને ત્યાંના કર્મચારીઓને પૂછતી કે કોણ એવા છે જેમને જોવા કોઈ આવતા નથી.
એક દિવસ બે વૃદ્ધ બહેનો સાથે મળ્યા પછી, બ્રિટ્ટેનીએ એમની આંખોમાં દીકરી જેવી ઊર્મિ જોયી. તેણે પૂછ્યું કે તેમને શું જોઈએ છે, તો જવાબ મળ્યો – બટરફ્લાય હેરક્લિપ્સ, લિપ ગ્લોસ, હેર બેન્ડ અને નાના ઘરેણાં. આ સાંભળીને બ્રિટ્ટેની હસતી થઈ ગઈ. તે તરત પોતાની પુત્રી સાથે બજાર જઈને તેઓ માટે નાનકડી ભેટો લઈને આવી.
જ્યારે તેણે આ બધું આપ્યું, ત્યારે બંને વૃદ્ધ મહિલાઓ નાના બાળકો જેવી ખુશી વ્યક્ત કરતા હતાં. બ્રિટ્ટેનીનું દિલ પળભર માટે ભરી આવ્યું – કેમ કે આજે પણ મમતા અને સ્નેહની તરસ અકબંધ છે.
બ્રિટ્ટેનીની આ કહાની સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ. અનેક લોકો પ્રેરિત થઈ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને મળવા લાગ્યા. મનુષ્યત્વ એવુ જ છે – જ્યાં પ્રેમ હોય ત્યાં બીજું કંઈ ન હોય તો પણ પૂરતું હોય.