Friends Sharing Lottery Winnings: સાચા મિત્રનું વચન, લોટરી જીત્યા પછી મિત્ર સાથે પૈસા વહેંચ્યા!
Friends Sharing Lottery Winnings: અવારનવાર તમે એવી વાર્તાઓ સાંભળી હશે કે કોઈ વ્યક્તિ લોટરી જીતીને અચાનક અમીર બની જાય. અમુક લોકો આ પૈસા છુપાવે છે, તો અમુક પોતાના સંબંધો તોડી નાંખે. કેટલાક તો પોતાના પરિવાર સાથે પણ વહેંચતા નથી. પણ આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું, જેણે એક જુના વચનને જીવંત રાખ્યું.
વિસ્કોન્સિનના થોમસ કૂક અને જોસેફ ફીની 1992માં એકબીજાને વચન આપ્યું હતું કે જો કોઇ લોટરી જીતશે, તો એ રકમ બંને વચ્ચે સમાન વહેંચાશે. 28 વર્ષ વીતી ગયા, અને આ વચન ભૂંસાઈ ગયું હોય એમ લાગતું હતું. પણ 2020માં, થોમસે એક ગેસ સ્ટેશન પરથી લોટરી ટિકિટ ખરીદી અને આશ્ચર્યજનક રીતે 188 કરોડ રૂપિયાની લોટરી જીતી.
View this post on Instagram
જ્યારે થોમસે આ ખબર જોઈ, ત્યારે તે તુરંત જ તેના મિત્ર જોસેફને ફોન કરવાનું ચૂક્યો નહીં. જોસેફને પહેલા તો વિશ્વાસ ન થયો, પણ થોમસે યાદ અપાવ્યું કે તેઓએ વર્ષો પહેલા કરેલો કરાર હજુ પણ માન્ય છે. બંને મિત્રોએ રોકડમાં 16.7 મિલિયન ડોલરનો વિકલ્પ પસંદ કર્યો અને દરેકે 48 કરોડથી વધુ રૂપિયા મેળવ્યા.
બંને નિવૃત્ત હોવાથી, આ તેમની માટે એક વૈભવી જીવન જીવવાની તક બની. આ કિસ્સો સાબિત કરે છે કે સાચો મિત્ર કદી વચન ભૂલતો નથી!