From Teacher to Tutor: સપનાની નોકરી છોડી શરૂ કર્યો ટ્યુશન વ્યવસાય, હવે અડધા સમયમાં કરે છે બમણી કમાણી
From Teacher to Tutor: જ્યાં ઘણા લોકો પોતાના સપનાનું કામ શરૂ કરતાં પહેલાંજ ડરી જાય છે, ત્યાં ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર શહેરની રહેવાસી હેરિયેટ બર્મિંગહામે(Harriet Bermingham) બહુ મોટી હિંમત કરી. બાળપણથી શિક્ષિકા બનવાનું સપનું જોનાર હેરિયેટે શિક્ષણક્ષેત્રમાં પરિવારની ત્રીજી પેઢી તરીકે પ્રવેશ કર્યો, પણ ઝડપથી સમજાઈ ગયું કે હકીકત ખૂબ જ જુદી હતી.
સ્કૂલે તેને શારીરિક અને માનસિક રીતે થકાવી મૂકી હતી. અઠવાડિયામાં 80 કલાક કામ કરવું પડતું, પગાર ઓછો હતો અને ક્લાસમાં બાળકોની સંખ્યા વધુ હોવાને કારણે તે દરેક બાળક પર પૂરતું ધ્યાન આપી શકતી ન હતી. આના પરિણામે હેરિયેટને લાગ્યું કે તે નિષ્ફળ જઈ રહી છે.
એક બાળકની માતા બન્યા બાદ 2022માં તેણે સ્કૂલ નોકરી છોડી દીધી અને પોતાનો ટ્યુશન વ્યવસાય શરૂ કર્યો. હેરિયેટે ‘ફોનિક્સ પ્લેગ્રુપ’ નામથી એક પ્રોગ્રામ શરૂ કર્યો, જેમાં બાળકોએ અવાજ આધારિત અક્ષરો શીખવા શરૂ કર્યા. ટૂંક સમયમાં તેમણે ‘બોલ્ડ બિગિનિંગ્સ ટ્યુટરિંગ’ નામની પોતાની ટ્યુશન કંપની સ્થાપી.
આજ હેરિયેટ અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરે છે, દિવસમાં માત્ર ચાર કલાક, અને અત્યારથી બમણી આવક મેળવતી થઈ છે. શાળાની નોકરી કરતાં નાનો કામનો ભાર હોવાને કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરી ગયું છે.
તે હવે એક સમયે પાંચ બાળકોના નાના જૂથોને શીખવે છે, જેનાથી બાળકોની પ્રગતિ ઝડપથી થઈ રહી છે. પોતાના અનુભવ અન્ય શિક્ષકો સાથે શેર કરવા માટે હેરિયેટે “The Ultimate Teacher Exit Plan” નામનો ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે, જેનાથી શિક્ષકો ધીમે ધીમે સ્કૂલ નોકરીમાંથી બહાર આવીને ટ્યુશન શરૂ કરી શકે.
હેરિયેટની વાર્તા પ્રેરણાદાયક છે – જે બતાવે છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય જીવન બદલી શકે છે.