Girl found weird mark in boyfriend car: કારના કાચ પર દેખાયું અજીબ નિશાન, ગર્લફ્રેન્ડે પળોમાં પકડી બોયફ્રેન્ડની બેવફાઈ!
Girl found weird mark in boyfriend car: પ્રેમ અને વિશ્વાસ સાથે જ કોઈપણ સંબંધ મજબૂત બને છે. જો આમાંથી એક પણ તૂટે, તો તે સંબંધ વધુ સમય ટકી શકતો નથી. ઘણીવાર, એક વ્યક્તિ સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, જ્યારે બીજો તેની સાથે દગો કરે છે. તાજેતરમાં, એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડની બેવફાઈ પકડી, અને તે પણ એક નાના નિશાન દ્વારા!
વાયરલ થતી આ ઘટના
21 વર્ષીય જોય, જે એક કન્ટેન્ટ ક્રિએટર છે, તેણે સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કર્યો. તેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે એક નાના નિશાન દ્વારા બોયફ્રેન્ડના અફેર વિશે જાણી લીધું.
કારના કાચ પર અજીબ નિશાન
એક દિવસ, જ્યારે તે બોયફ્રેન્ડની કારમાં બેઠી, ત્યારે તેને પેસેન્જર સાઈડના વિન્ડો ગ્લાસ પર કેટલાક નાના ગોળાકાર નિશાન દેખાયા. તેને તરત જ શંકા આવી, કેમ કે તે જાણતી હતી કે આવા પ્રિન્ટ્સ ખાસ ઉપકરણો દ્વારા આવે છે.
આ રીતે સત્ય સામે આવ્યું
આવા નિશાન સામાન્ય રીતે “ઓક્ટોબોડી” નામના ઉપકરણ દ્વારા બને છે, જે મોબાઇલ ફોનને કાચ પર ચોંટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપકરણ સામાન્ય રીતે મેકઅપ ટ્યુટોરીયલ્સ અથવા વિડીયો રેકોર્ડિંગ માટે વપરાય છે. જેનો અર્થ એ નીકળ્યો કે કારમાં કોઈ બીજુ પણ બેઠું હતું, અને તે વ્યક્તિ ત્યાં ફોન ચોંટાડીને કંઈક રેકોર્ડ કરી રહ્યો હતો!
વિડિઓ પર લોકોની પ્રતિક્રિયા
આ વિડિઓ સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ જોયની હોશિયારીની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે આ નાના-નાના સંકેતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે!