Girlfriend Hijab Hidden Truth: ગર્લફ્રેન્ડ સમજી ઘરે લાવ્યો, હિજાબ પાછળ છુપાયેલું સત્ય જોઈને હતપ્રભ રહી ગયો!
Girlfriend Hijab Hidden Truth: આજકાલ લોકો ડેટિંગ એપ્સના ઉપયોગ દ્વારા પ્રેમ શોધતા થયા છે, પણ ક્યારેક અનોખા કિસ્સાઓ સામે આવે છે. મલેશિયામાં એક યુવાને ડેટિંગ એપ પર “હિદયા” નામની છોકરી સાથે મિત્રતા કરી. ત્રણ અઠવાડિયા સુધી વાતચીત કર્યા પછી, તેણે હિદયાને ઘરે મળવા બોલાવી.
હિદયાએ કહ્યું કે તે અનાથ છે અને ઈદ ઉજવવા પોન્ટિયન આવશે. પરિવારએ તેને હંમેશા હિજાબ પહેરેલા જ જોઈ. વાત કરતી વખતે તે માથું હલાવતી, પણ હિજાબ ક્યારેય ઉતાર્યો નહીં. તેની અજીબ હરકતો જોઈ પરિવારને શંકા ગઈ. રાત્રે, તે મોડે સુધી ટીવી જુએ, રસોડામાં જતી નહીં. જ્યારે માતાએ તેને હિજાબ ઉતારી સૂવા કહ્યું, ત્યારે તેણે ના પાડી.
એક રાત્રે, હિદયા સૂઈ ગઈ અને તેનું હિજાબ નીચે સરકી ગયું. સવારના સમયે સત્ય સામે આવ્યું – હિદયા કોઈ યુવતી નહોતી, પણ એક યુવક હતો! પરિવાર ચોંકી ગયો. તપાસમાં જાણવા મળ્યું કે હિદયાનું અસલ નામ કંઈક જુદું જ હતું અને તે છોકરો હતો.
આ યુવકને તુરંત પોલીસના હવાલે સોંપી દેવાયો. પરિવારને આશ્ચર્ય થયું કે ત્રણ અઠવાડિયા સુધી વીડિયો કોલ પર વાતચીત છતાં તેને શંકા કેમ ન આવી? આ ચોંકાવનારા કિસ્સા પર લોકો હસી રહ્યા છે, પણ સાથે સાથે ચેતવણી પણ મળી છે કે ડેટિંગ એપ્સ પર સાવચેત રહેવું જરૂરી છે.