Grilled Fish Incident : મહિલાએ ગ્રિલ પર રાખેલી માછલી જોયા પછી ચીસ પાડી, માનવ દાંત જેવા દ્રશ્યે ડરથી ખોરાક પણ ન ખાધો!
Grilled Fish Incident : કેટલાક લોકોને શાકાહારી ખોરાક પસંદ હોય છે, તો કેટલાક લોકો માંસાહારી ભોજનનો શોખ રાખે છે. ખાસ કરીને માછલી ઘણા લોકો માટે સૌથી પસંદગીનું માંસાહારી ભોજન છે. જો કે, બ્રાઝિલમાં એક મહિલાએ માછલી રાંધતી વખતે એવું કંઇક જોયું કે તે ચકિત થઇ ગઈ!
બ્રાઝિલની બિઝનેસ ઓનર પૌલા પોતાના પરિવાર સાથે રજાઓ માણવા ગઈ હતી અને તેમના માટે બીચ પરથી ત્રણ તાજી માછલીઓ ખરીદી હતી. રાત્રિભોજન માટે માછલી રાંધવાની તૈયારી દરમિયાન, પૌલાએ ગ્રીલ પર માછલી મુકતા પહેલા તેનું મોં ખોલીને એવું કંઈક જોયું કે તેને ચીસ પડી ગઈ. માછલીના મોંમાં માણસ જેવા જ દાંત અને જડબા હતા! આ અજીબ દ્રશ્યએ તેને ડરાવી નાખ્યું, અને તે રાત્રે તે ભોજન ખાવાની હિંમત પણ ન કરી શકી.
‘માછલી કે માનવી?’
પૌલાના પરિવારને આ દાંતદાર માછલીને રાંધવામાં કોઇ વાંધો નહોતો અને તેમણે તેનું ભોજન કર્યું. તેઓએ તેને સામાન્ય માછલીની જેમ સ્વાદિષ્ટ ગણાવી. પરંતુ પૌલા માટે એ શક્ય નહોતું કારણ કે માછલી માનવી જેવી લાગતી હતી.
વિજ્ઞાનીઓ અનુસાર, આ પ્રકારની માછલીઓને ‘શીફહેડ માછલી’ કહેવામાં આવે છે. દરિયાઈ જીવવિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, આ માછલી શેલફિશને પકડીને તોડી નાખવા માટે માનવ દાંત જેવા જ દાંત ધરાવે છે. આ માછલી લગભગ 35 ઇંચ લાંબી અને 35 પાઉન્ડ વજન ધરાવતી હોઈ શકે છે.
આ ઘટનાએ માત્ર પૌલાને જ નહીં, પરંતુ તે દ્રશ્ય જોઈ રહેલા લોકોને પણ ચોંકાવી દીધા. આ વિશે તમે શું વિચારો છો?