How to find gold mine underground: જમીન નીચે છુપાયેલું સોનું કેવી રીતે મળે છે? જાણો આખી પ્રક્રિયા!
How to find gold mine underground: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં વિશ્વમાં વેપાર યુદ્ધની શરૂઆત થઈ છે. વિવિધ દેશો પર ટેરિફ લાગુ કર્યા પછી સોના સહિત ઘણી મહત્વની ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ. આજ સ્થિતિ એવી છે કે સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ₹1 લાખના આંકને પાર કરી દીધો છે. પરિણામે સામાન્ય લોકો ભારે પરેશાન છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સોનું ફરીથી સસ્તુ થશે.
જમીનમાં સોનું હોય છે કે નહીં? કેવી રીતે ખબર પડે?
ભારતમાં સોનું ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત નથી, તે ધાર્મિક વિધિઓ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્નમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે જમીનના અંદર ક્યાંક સોનું છે કે નહીં, આ જાણવાનો માર્ગ શું છે?
ભૂગર્ભ સોનું શોધવાની ટેક્નોલોજી
સામાન્ય રીતે જમીન હેઠળ સોનું કે અન્ય ધાતુ શોધવા માટે બે મહત્વપૂર્ણ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે:
- ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR):
આ ટેક્નોલોજી માટીના વિવિધ સ્તરોને સ્કેન કરે છે અને તેમની ભૌતિક લાક્ષણિકતાઓના આધારે ગ્રાફ તૈયાર કરે છે. જેને આધારે અંદર કઈ ધાતુઓ છે તે ઓળખી શકાય છે. - વેરી લો ફ્રીક્વન્સી ટેક્નોલોજી (VLF):
આ પદ્ધતિમાં જમીનમાં ખાસ તરંગો મોકલવામાં આવે છે. જ્યારે આ તરંગો કોઈ ધાતુ સાથે અથડાય છે ત્યારે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર સર્જાય છે. આ પ્રક્રિયાથી તે ધાતુ વિશે જાણકારી મળે છે.
કઈ એજન્સીઓ કરે છે સોનાનું સર્વેક્ષણ?
ભારતમાં બે મુખ્ય સરકારી સંસ્થાઓ ધરતીની અંદર સોનાનું શોધકાર્ય કરે છે:
- ASI (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)
- GSI (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)
આ એજન્સીઓ આધુનિક ટેક્નોલોજી દ્વારા સોનું શોધવાનું કામ કરે છે, જે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.