Husband Transition Ends Marriage: પતિના સાચા રૂપના ખુલાસાથી સ્ત્રીનું જીવન તૂટી પડ્યું, 15 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો
Husband Transition Ends Marriage: જીવન ક્યારે અને કઈ રીતે પલટી ખાઈ જાય, એ કહ્યુ પણ નહીં થાય. ક્યારેક જે આપણું નક્કી લાગતું હોય, એ જ એક ક્ષણમાં વિશ્વાસ છીનવી શકે છે. એવું જ કંઈક થયું મિશિગનમાં રહેતી 41 વર્ષીય બ્રાન્ડી સ્ટુપિકા(Brandi Stupica) સાથે, જેણે પોતાની હકીકત સોશિયલ મીડિયામાં શેર કરી ત્યારે અનેક લોકો ચોંકી ગયા.
પત્ની માટે પતિ એક રહસ્ય સાબિત થયો
બ્રાન્ડી અને તેના પતિ 15 વર્ષથી સાથે રહેતા હતા. બંનેના સંબંધો ખૂબ સરસ ચાલતાં હતા. બ્રાન્ડીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એ માણસ, જેને તેણે જીવનસાથી તરીકે સ્વીકાર્યો છે, એ તેના જીવનમાં આટલું મોટુ સત્ય છુપાવતો હશે. એક દિવસ પતિએ અચાનક કહ્યું કે હવે તે પોતાના પુરુષ તરીકેના ઓળખાણથી આગળ નથી જીવી શકતો. હવે તે મહિલા તરીકે જીવવા માંગે છે.
બ્રાન્ડી માટે આ શોકિંગ ખુલાસો હતો
તેને પતિના વર્તનમાં થોડું અલગ તો લાગતું હતું, પણ એટલું મોટું સત્ય છુપાયેલું હશે એ વિચાર્યું નહોતું. તેણે શરૂઆતમાં એ પરિવર્તન સ્વીકારવાનો પ્રયાસ કર્યો. પરંતુ થોડા દિવસ પછી એ સમજાઈ ગયું કે એ સંબંધ હવે આગળ લઈ જવાય તેમ નથી.
અંતે લેવો પડ્યો મોટો નિર્ણય
અને સંજોગો વચ્ચે ઝઝૂમતી બ્રાન્ડી માટે નિર્ણય લેવો આસાન નહોતો. પરંતુ અંતે તેણીએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. તે માટે પોતાની જાત સાથે ઈમાનદાર રહેવું વધુ મહત્વપૂર્ણ હતું.
આ ઘટના એ બતાવે છે કે જીવનમાં ઘણી વખત એવું પણ સાંભળવા મળે છે જે સાંભળવા માટે આપણે તૈયાર નથી હોતા.