Husbands Selfless Decision: પત્નીના પ્રેમ માટે પતિએ લીધો અનોખો નિર્ણય
Husbands Selfless Decision: ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં એક અસામાન્ય ઘટના બની, જે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી લાગી. અહીં, એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા અને તેને મુક્ત કરી.
ધનઘાટા વિસ્તારમાં રહેતા બબલુના લગ્ન 2017માં રાધિકા સાથે થયા હતા. બંનેનું સામાન્ય જીવન ચાલી રહ્યું હતું, અને તેમને બે બાળકો પણ હતા. બબલુ કામ માટે બહાર રહેતા, ત્યારે રાધિકા અને ગામના વિકાશ વચ્ચે નિકટતા વધી અને તેઓ પ્રેમમાં પડી ગયા. એક વર્ષ પહેલા તેઓ એકબીજાને મળવા લાગ્યા, અને થોડા દિવસ પહેલાં રાધિકા તેના પ્રેમી સાથે ભાગી ગઈ. જોકે, થોડા દિવસ પછી તે પરત આવી અને પતિ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તે વિકાસ સાથે જીવન વિતાવવા માંગે છે.
ગામલોકોએ રાધિકાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે અડગ રહી. બબલુએ પત્નીની ખુશી માટે તેને મુક્ત કરવાનો નિર્ણય કર્યો. કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, ગામના બાબા દાનીનાથ મંદિરમાં રાધિકા અને વિકાસના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન સમયે રાધિકા રડવા લાગી, પણ ગામલોકોએ તેને કહ્યું, “હવે રડવાનો શું અર્થ?”
પત્ની બાદ બબલુએ મોટો નિર્ણય લીધો, “હું બાળકોની જવાબદારી સ્વીકારીશ અને તેમને સારું ભવિષ્ય આપીશ.” ગામલોકો હવે બબલુની સહનશીલતા અને બાળપ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.