તમે 50 રૂપિયા અને 100 રૂપિયામાં ફિક્સ થાળી સાંભળી જ હશે. પરંતુ જો તમને પૂરતું ખાવાનું મળે અને તમારે કોઈ પૈસા ચૂકવવાની જરૂર ન પડે તો તે કેટલું સારું રહેશે.કેરળના અલાપ્પુઝા જિલ્લામાં અાવું જ કંઇક ખાસ રેસ્ટોરન્ટ ખુલ્યુ છે.આ રેસ્ટોરન્ટમાં તમે જે કંઈ ખાશો તે તમારે ફક્ત તમારી ઇચ્છા અનુસાર નાણાં ચૂકવવા પડશે.જો તમે ઇચ્છો તો, એક પૈસો પણ ન ચુકવતા.
રેસ્ટોરન્ટે 3 માર્ચથી સામાન્ય જનતા માટે મફત ભોજન સેવા શરૂ કરી છે.રાજ્યના નાણા પ્રધાન થોમસ આઇઝેકે ફેસબુક પોસ્ટમાં આ અંગે લખ્યું હતું, “જો તમે ભૂખ્યા છો તો અહીં આવો અને ખાઓ.અહીં કાઉન્ટર પર કોઈ કેશિયર નહીં હોય.તમારુ પોતાનું મન અહીં માટે કેશિયર છે. તમે જે કંઈપણ આપવા માંગો છો, તમે તેને કાઉન્ટર પર મૂકવામાં આવેલા બૉક્સમાં મૂકી શકો છો.આ બે માળની રેસ્ટોરન્ટમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પણ છે.