Indias Forbidden Island: ભારતમાં એક એવો ટાપુ જ્યાં ભારતીયો જ જઈ શકતા નથી
Indias Forbidden Island: ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં નાગરિકોને દેશના કોઈપણ ખૂણામાં જવાની સંપૂર્ણ છૂટ છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ભારતીયો જ જઈ શકતા નથી? આ ટાપુ પર જવાની કોશિશ કરવી મરણ સમાન છે, કારણ કે આજ સુધી જે કોઈ ત્યાં ગયો છે, તે જીવતો પાછો ફર્યો નથી.
આ ટાપુ છે નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ, જે આંદામાન અને નિકોબાર ટાપુઓનો એક ભાગ છે. અહીં સેન્ટિનેલીઝ નામની આદિજાતિ રહે છે, જે સમગ્ર દુનિયા સાથે કોઈ સંપર્ક રાખતી નથી. તેઓ બહારથી આવતા કોઈપણ વ્યક્તિને હાનિકારક માને છે અને એને મારી નાખે છે.
2018માં એક અમેરિકન વ્યક્તિએ અહીં જવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેને સ્થાનિક જાતિએ મારી નાખ્યો. 2006માં બે માછીમારો અચાનક અહીં પહોંચી ગયા હતા, અને તેઓ પણ જીવતા બચી શક્યા નહીં. તાજેતરમાં, 24 વર્ષીય મિખાઇલો વિક્ટોરોવિચ પોલિઆકોવ ગુપ્ત રીતે ટાપુમાં પ્રવેશ્યો હતો, જેના કારણે 31 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી.
આ ટાપુ પર અંદાજે 500 જેટલા સેન્ટિનેલીઝ લોકો વસે છે, અને તેઓ પૂર્વ-નિયોલિથિક યુગથી અસ્તિત્વમાં છે. ભારતીય સરકારે આ ટાપુને સંપૂર્ણપણે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે, જેથી આ પ્રજાતિ પર કોઈ વિઘ્ન ન આવે. તેથી, કોઈપણ વ્યક્તિએ અહીં જવાનો પ્રયાસ કરવો એ જીવ સાથે રમવા સમાન છે.