Japans drone tech to control lightning: વીજળી પર નિયંત્રણ મેળવવા જાપાને શોધી વિશ્વની પહેલી ટેકનોલોજી, હવે અકસ્માત ટાળી શકાશે!
Japans drone tech to control lightning: વીજળી પડવી એ એક ગંભીર કુદરતી ઘટના છે જે અવારનવાર જાનમાલને નુકસાન પહોંચાડે છે. આવી ઘટનાઓ કેટલાય પ્રયાસો બાદ પણ અટકાવવી મુશ્કેલ છે. હવે, જાપાને એવો માર્ગ શોધ્યો છે કે જેના થકી વીજળીના ખતરાને ઘણું ઓછું કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ એવી ટેકનોલોજી વિકસાવી છે જે વાદળોમાં જઈને વીજળીનું દિશા-નિર્દેશન કરી શકે છે.
જાપાનની ક્રાંતિકારી શોધ
જાપાનના નિપ્પોન ટેલિગ્રાફ એન્ડ ટેલિફોન કોર્પોરેશને (NTT) એવી ખાસ ડ્રોન ટેકનોલોજી વિકસાવી છે જે વાદળો વચ્ચે જઈ વીજળી પેદા થતી જગ્યાને ઓળખી શકે છે અને તેને સુરક્ષિત દિશામાં દોરી શકે છે. દુનિયામાં આ પ્રકારની હવામાન નિયંત્રણ પદ્ધતિ પહેલીવાર વિકસાવવામાં આવી છે.
પ્રયોગ શિમાનેમાં સફળ રહ્યો
ટેકનોલોજીનું ટ્રાયલ શિમાને પ્રીફેક્ચરના હમાદા શહેરમાં થયું. અહીં વીજળીના વધુ પડતા વાદળો વચ્ચે ડ્રોનને 300 મીટર ઊંચે ઉડાડવામાં આવ્યો. ડ્રોન પહેલા વીજળી પેદા થતું ઇલેક્ટ્રિક ક્ષેત્ર ઓળખે છે. પછી જમીન પરથી સ્વીચ દ્વારા એક્ટિવેટ કરવામાં આવે છે, જેથી વીજળી ખેંચાઈને ડ્રોન સુધી આવે છે.
દિશા બદલી શકાય તેવી વીજળી
આ ટેકનોલોજીનો ખાસ ફાયદો એ છે કે ચમકતી વીજળીને ગમે ત્યાં નહીં પરંતુ નિયંત્રિત દિશામાં ઠેલાવી શકાય છે. એટલે આ ચમક સુરક્ષિત જગ્યાએ પેહંંચાડી શકાય છે, જ્યાં કોઈ નુકસાન ન થાય.
સુરક્ષિત ડ્રોન ડિઝાઇન
ડ્રોનને એક મજબૂત ધાતુના પાંજરામાં મૂકવામાં આવે છે. આ પાંજળૂ વીજળી સામે રક્ષણ આપે છે અને માત્ર ચોક્કસ જગ્યાએ વીજળી અસર કરે છે. આવા ડ્રોનના નેટવર્કથી શહેરો, ઈમારતો અને ઔદ્યોગિક વિસ્તારોને સુરક્ષિત રાખી શકાય છે.
એન્ટેનાની મર્યાદા પાળી નવી રાહ
આ પહેલા વીજળી અટકાવવા માટે ઊંચા ટાવર અથવા એન્ટેના લગાવાતા, જે હંમેશા શક્ય નહોતું. નવી પદ્ધતિ વધુ લવચીક છે અને વૈજ્ઞાનિકોને વીજળીના સર્જનપ્રક્રિયા વિશે વધુ સારી સમજ આપે છે. સાથે જ ભવિષ્યમાં આ ટેકનોલોજી ભયજનક કુદરતી વિપત્તિઓ સામે સારૂ કવચ બની શકે છે.