Life After Death Experience: મૃત્યુ પછી શું થાય છે? પામ રેનોલ્ડ્સનો અનોખો અનુભવ
Life After Death Experience: જીવન અને મૃત્યુનું રહસ્ય માનવજાત માટે હંમેશા એક રહસ્ય રહ્યુ છે. આપણા જીવન પછી શું થાય છે? કોઈને ચોક્કસ જાણ નથી. પામ રેનોલ્ડ્સ લૌરી નામની એક મહિલાએ એક એવો અનુભવ કર્યો જે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
અમેરિકાના જ્યોર્જિયાની રહેવાસી પામ 35 વર્ષની હતી ત્યારે તેની મગજની ગંભીર સર્જરી થઈ. આ ઓપરેશનમાં તેને ઊંઘમાં મૂકી દેવામાં આવી, શરીરનું તાપમાન ખૂબ ઓછું કરવામાં આવ્યું અને મગજમાં કાણું પાડી સર્જરી કરવામાં આવી. આ તમામ પ્રક્રિયા દરમિયાન, તે ટેકનિકલી મૃત હતી, પણ તેમ છતાં, પામનું કહેવું છે કે તે બધું જોઈ અને સાંભળી શકતી હતી.
તેણે જણાવ્યું કે તે ઓપરેશન થિયેટરમાં ડોકટરોની વાતો સાંભળી રહી હતી અને પોતાનું ઓપરેશન થતું જોઈ રહી હતી. આ દરમિયાન, તેણીએ એક અનોખો અનુભવ કર્યો. પામ કહે છે કે તે પોતાના દાદી અને કાકાની આત્માઓને મળી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું અને સાથે વાતચીત પણ કરી. તેણી ત્યાં શાંતિ અનુભવતી હતી અને પાછા આવવા માગતી નહોતી.
પરંતુ એક ક્ષણે, તે એક ખાસ પ્રકારનું સંગીત સાંભળવા લાગી. એટલામાં, તેના કાકાએ તેને ધક્કો માર્યો અને તરત જ તે ફરી પોતાના શરીરમાં આવી ગઈ. ડોક્ટરોએ તેનું હૃદય ફરી ચાલુ કરી દીધું હતું.
કેટલાક લોકો પામના અનુભવને માત્ર ભ્રમ અથવા એનેસ્થેસિયાની અસર માને છે, તો કેટલાક લોકો તેને સાચું માને છે. સત્ય શું છે તે અજાણ્યું છે, પણ પામ રેનોલ્ડ્સનો અનુભવ જરૂર વિચારો કરવા માટે મજબૂર કરી દે છે.