Magical soil selling online: જાદુઈ માટીથી ધનવાન બનવાનો દાવો, લોકો ખરીદવા ઉમટી પડ્યા!
Magical soil selling online: આ દુનિયામાં કેટલાક એવા રિવાજો અને માન્યતાઓ છે, જે આપણને વિચિત્ર લાગતાં હોવા છતાં લોકપ્રિય રહે છે. અંધશ્રદ્ધા માત્ર ભારત સુધી મર્યાદિત નથી, પરંતુ વિશ્વના અનેક દેશોમાં અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે. ચીનમાં એક એવી જ માન્યતા હાલ ચર્ચાનો વિષય બની છે, જ્યાં લોકો પૈસા અને નસીબ માટે ‘જાદુઈ માટી’ ખરીદી રહ્યા છે.
પૈસાની લાલચમાં ‘જાદુઈ માટી’ વેચાઈ રહી છે!
ચીનમાં એક અનોખી ‘નસીબી માટી’ ઓનલાઈન વેચાઈ રહી છે, જે પૈસા ખેંચી લાવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ માટી ખરીદવા માટે લોકો ઉંચા ભાવ ચૂકવી રહ્યા છે!
કેટલામાં મળી રહી છે માટી?
માત્ર મુઠ્ઠીભર માટી માટે 888 યુઆન (10,000 રૂપિયા) લેવામાં આવી રહ્યા છે.
સૌથી સસ્તું વર્ઝન 24 યુઆન (241 રૂપિયા)માં પણ ઉપલબ્ધ છે.
વેચાણ એટલું વધી ગયું છે કે લોકો રાહ જોઈ રહ્યા છે!
આ માટી ક્યાંથી લાવવામાં આવી રહી છે?
આ માટી ચીનની સૌથી મોટી બેંકોના બગીચાઓમાંથી એકઠી કરવામાં આવી છે, જેમ કે:
બેંક ઓફ ચાઇના
ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના
એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઇના
ચાઇના કન્સ્ટ્રક્શન બેંક
બેંક ઓફ કોમ્યુનિકેશન
આ માટી સાથે રોકડ ગણતરી મશીનની ધૂળ પણ મિક્ષ કરવામાં આવી છે, અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માટી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા લાવે છે.
લોકો ખરેખર નસીબ બદલવા માટી ખરીદી રહ્યા છે?
વેચાણ એટલું વધી ગયું છે કે કેટલાક વિક્રેતાઓ 99.9% સફળતાનો દાવો કરી રહ્યા છે!
કેટલાક તો કહી રહ્યા છે કે બપોરે લેવામાં આવેલી માટી વધુ અસરકારક છે!
સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેને મજાક તરીકે લઈ રહ્યા છે, તો કેટલાક લોકોને એવું લાગે છે કે તે ખરેખર કામ કરે છે!
વિશ્વાસ કે અંધશ્રદ્ધા?
આધુનિક યુગમાં પણ લોકો આવા રિવાજો પર વિશ્વાસ કરે છે, એ આશ્ચર્યજનક છે.
શું વાસ્તવમાં ‘નસીબી માટી’ કોઈના જીવનમાં પૈસા લાવી શકે? કે પછી આ માત્ર માર્કેટિંગનો નવીન હથિયાર છે?