Maid Trapped in Love Deception: નોકરાણી પ્રેમને સત્ય માની બેઠી, માલિકનું રહસ્ય ખુલતાં જ મળેલી સજા સાંભળીને તમે કાંપી ઉઠશો!
Maid Trapped in Love Deception: કહેવાય છે કે પ્રેમ કોઈ રમત નથી, અને એક સાચા સંબંધમાં વિશ્વાસ અને લાગણીઓનો સન્માન હોવો જરૂરી છે. જો સંબંધને નિભાવવાની ઈચ્છા ન હોય, તો બીજાના દિલ સાથે ન રમવું જોઈએ. ચીનમાં બનેલી એક ઘટના એ વાતની સાક્ષી છે કે ખોટા પ્રેમના ભયાનક પરિણામો કેવી રીતે થઈ શકે.
ચીનના એક ઉદ્યોગપતિ, શી, જે એક ફૂડ કંપનીના માલિક હતા, તેમણે પોતાની નોકરાણી સાથે પ્રેમ કરવાનો નાટક કર્યો. તેમની એક પુત્રી હતી, અને છૂટાછેડા પછી, તેણે પુત્રીની સંભાળ માટે નોકરાણી રાખી. જો કે, શી નોકરાણીને માત્ર એક સાધન માનતા હતા—એક એવી વ્યક્તિ, જેની લાગણીઓની કોઈ કિંમત ન હતી.
શીનો ઉદ્દેશ પ્રેમ કરવાનો નહોતો, પરંતુ તે માત્ર પોતાની ભૂતપૂર્વ પત્નીને ઈર્ષ્યા કરાવવા ઈચ્છતો હતો. તેણે નોકરાણીને પોતાની નજીક લાવી, લગ્નની વાતો ફેલાવી અને એક ફોટોશૂટ પણ કરાવ્યું. આ તસ્વીરો તેણે પોતાની ભૂતપૂર્વ પત્નીને મોકલી, જેના કારણે તેઓ ફરી સાથે મળ્યા. પણ નોકરાણી માટે શી પાસે કોઈ લાગણીઓ નહોતી. એકવાર જેવો તેનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો, તેણે નોકરાણીને નોકરીમાંથી કાઢી નાખી અને વળતર રૂપે થોડા પૈસા આપ્યા.
આ નાટકનો અંત ખૂબ જ ભયાનક સાબિત થયો. શીનો વિશ્વાસઘાત જાણીને નોકરાણી તૂટી પડી. તેના પિતરાઈ ભાઈની મદદથી, તેણે ઉદ્યોગપતિ શીની છરીના ઘા ઝીંકી હત્યા કરી. કોર્ટ દ્વારા તેને 11 વર્ષની સજા ફટકારવામાં આવી.
આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી. વપરાશકર્તાઓ કહી રહ્યા છે કે ખોટા પ્રેમ સાથે રમવાનો અંજામ હંમેશા દુઃખદ જ હોય છે.