Man Attempts Self Surgery: યુટ્યુબ પર વિડિયો જોઈ યુવકે પોતાનું ઓપરેશન કરવાનો કર્યો પ્રયાસ!
Man Attempts Self Surgery: વૃંદાવનથી એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાના પેટમાં દુખાવાને કારણે જાતે જ ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે ખતરામાંથી બહાર છે.
મથુરાના સુનરખ ગામમાં રહેતા 32 વર્ષીય રાજા બાબુ લાંબા સમયથી પેટના દુખાવાથી પીડાતા હતા. અનેક ડૉક્ટરોને બતાવ્યાં છતાં રાહત ન મળતાં, તેમણે પોતાનું ઓપરેશન જાતે કરવાનું નક્કી કર્યું. તેઓ મથુરા જઈને એક સર્જિકલ બ્લેડ, ટાંકા વાળું સાધન અને સુન્ન કરનારું ઈન્જેક્શન લઈને આવ્યા. બુધવારે સવારે, ઘરના એક રૂમમાં તેમણે ઓપરેશન શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી ઈન્જેક્શનની અસર ઓછી થતાં તેઓ અસહ્ય દુખાવાથી બૂમો પાડવા લાગ્યા. પરિવારજનો દોડી આવ્યા અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા.
પરિવારજનોનું કહેવું છે કે રાજા બાબુએ યુટ્યુબ પર ઓપરેશનની વિડીયો જોઈને આ પ્રયાસ કર્યો હતો. સાહસ હિતમાં પરિવારે તેમને વૃંદાવનની કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોક્ટરોએ સમયસર સારવાર આપીને તેમનો જીવ બચાવ્યો.