Man Deliver Milk In An Audi: બેંકની નોકરી છોડી ઓડીમાં દૂધ પહોંચાડનાર યુવાનની અનોખી સફર
Man Deliver Milk In An Audi: ફરીદાબાદના મોહબ્બતબાદ ગામના રહેવાસી અમિત ભડાણાએ સાબિત કરી દીધું છે કે જો ખરો જુસ્સો અને સાચી દિશા હોય, તો સફળતા અંતે તમારા પગે પડી શકે છે. ગ્રેજ્યુએશન કર્યા પછી અમિતને બેંકમાં સારી નોકરી મળી હતી, પણ જીવનના મોજ-શોખ માટે સમય ન મળતો હોવાને કારણે તેઓ અસંતોષમાં જીવી રહ્યા હતા. આ કારણે તેમણે બેંકની નોકરી છોડી દીધી અને પરિવારના દૂધના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય લીધો.
શરૂઆતમાં અમિતે દૂધના વિતરણ માટે પોતાના શોખ મુજબ હાર્લી ડેવિડસન બાઇક ખરીદી. આ બાઇક પર દૂધ પહોંચાડતા તેઓ ગામમાં “હાર્લી વાલા દૂધવાળો” તરીકે ઓળખાતા થયા. ધીમે ધીમે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થતા, તેમણે વધુ એક મોટો પગલું ભર્યું. આજે તેઓ દૂધ પહોંચાડવા માટે લગભગ એક કરોડની કિંમતની ઓડી કારનો ઉપયોગ કરે છે.
View this post on Instagram
આ અનોખા પ્રયાસથી અમિતે સાબિત કર્યું છે કે કામ કોઇ પણ હોય, જો તે પ્રેમ અને સમર્પણથી કરાય તો તેમાં શાનદારી ઉમેરવી શક્ય છે. એમના પરિવારજનોએ પણ અમિતના નિર્ણયમાં મોટો સાથ આપ્યો છે. તેમનાં જૂના ગ્રાહકો આજ પણ એમના દૂધ વિતરણની અદભુત શૈલીથી પ્રભાવિત છે. એક ગ્રાહકે કહ્યું કે, “અમિત પહેલાથી જ દૂધ લાવતો હતો, ફેર એટલો છે કે પહેલા બાઇક પર આવતો હતો અને હવે ઓડીમાં આવે છે.”
આજના યુવા માટે અમિત ભડાણાની સફળતાની વાર્તા પ્રેરણાસ્ત્રોત બની છે. તેમણે પુરવાર કર્યું છે કે જો શોખ અને વ્યવસાયને જોડવામાં આવે તો નોકરી છોડ્યા પછી પણ જીવનમાં આગળ વધીને અનોખી ઓળખ બનાવી શકાય છે.