Man Scared by ChatGPT: ChatGPTના જવાબથી વ્યક્તિ ડરી ગયો, સીધો પોલીસ સ્ટેશન દોડી ગયો
Man Scared by ChatGPT: આજના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સામાન્ય જીવનનો હિસ્સો બની ગયું છે. લોકો ઘણીવાર ChatGPT દ્વારા તેમની સમસ્યાઓના ઉકેલ શોધે છે. આમ તો AI આપણાં જીવનને સરળ બનાવે છે, પણ ક્યારેક તે કંઈક એવું કહે જેનાથી માણસ ગભરાઈ જાય.
નોર્વેના એક વ્યક્તિ, આર્વે હજાલ્મર હોલ્મેન સાથે એવું જ બન્યું. તેણે રમતમાં ChatGPT ને પૂછ્યું, “હું કોણ છું?” પણ જ્યારે તેણે મળેલા જવાબને વાંચ્યું, તો એ એટલો ગભરાઈ ગયો કે સીધો પોલીસ સ્ટેશન દોડ્યો.
ChatGPT એ એવું શું કહ્યું?
અહેવાલ મુજબ, ChatGPT એ જવાબ આપ્યો કે તે એક નોર્વેજીયન રહેવાસી છે, જે December 2020 માં તેના બે પુત્રોની હત્યા માટે પ્રખ્યાત છે. AI એ એવું પણ ઉમેર્યું કે એ બાળકોની લાશ તળાવના કિનારે મળી આવી હતી.
આ સાંભળીને હોલ્મેન હેરાન રહી ગયો. કારણ કે આ જાણકારી બિલકુલ ખોટી હતી, પણ ઘટનાની વિગતો એવી હતી જે તેને નુકસાન પહોચાડી શકે. તેણે તરત જ પોલીસ સ્ટેશન જઈને ChatGPT વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
આવી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે
હોલ્મેનએ નોર્વેજીયન ડેટા પ્રોટેક્શન ઓથોરિટી અને ડિજિટલ હક માટે કામ કરતી સંસ્થા “નોયબ” પાસે મદદ માગી છે. તેનો દાવો છે કે OpenAI ની આ ભૂલ તેની છબી અને જીવન માટે હાનિકારક બની શકે છે. બીજી બાજુ, OpenAI એ જણાવ્યું છે કે તે ડેટાની ચોકસાઈ સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.