Man Spends ₹12 Lakh to Become Dog: માણસે કૂતરો બનવા માટે ₹12 લાખ ખર્ચ્યા, ટોકોનો અનોખો શોખ વાયરલ
Man Spends ₹12 Lakh to Become Dog: તમે ઘણા અજિબો-ગરીબ શોખ સાંભળ્યા હશે, પણ શું તમે ક્યારેય કોઈ માણસે કૂતરો બનવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય તેવું સાંભળ્યું છે? જાપાનના ટોકો નામના વ્યક્તિએ પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે ₹12 લાખ ($14,000) ખર્ચી એક અદ્ભુત બોર્ડર કોલી કૂતરાનો કોસ્ચ્યુમ બનાવાવ્યો છે. હવે તે રોજિંદા જીવનમાં કૂતરાની જેમ ચાલે છે, રમે છે અને સાચા કૂતરાઓ સાથે સમય વિતાવે છે.
કેમ બન્યો ટોકો ‘કૂતરો’?
ટોકોને હંમેશા પ્રાણીઓ જેવી જીવનશૈલી જીવીવાની ઈચ્છા હતી. પોતાના અનોખા શોખ માટે, તેણે એક કંપની પાસેથી વિશેષ કોસ્ચ્યુમ બનાવડાવ્યું, જે એટલું વાસ્તવિક છે કે જોવા વાળો પહેલી નજરે મૂંઝાઈ જાય. આ પોશાકમાં હલનચલન કરી શકાતી પૂંછડી, પંજા અને મોં છે. હવે ટોકો સામાન્ય જીવન છોડીને કૂતરાની જેમ જ રહે છે.
હવે અન્ય પ્રાણીઓ બનવાની યોજના
ટોકો હવે કૂતરાથી આગળ વધી રીંછ કે પાંડા બનવાનું વિચારી રહ્યો છે, કારણ કે એ પ્રાણીઓનું શરીર માણસોની માફક હોય છે. એ જ નહીં, ટોકોએ ‘TokoTokoZoo’ નામનું એક અનોખું ‘પ્રાણી સંગ્રહાલય’ પણ ખોલ્યું છે, જ્યાં લોકો પણ ખાસ પોશાક પહેરીને પ્રાણીઓની જેમ જીવવાનો અનુભવ મેળવી શકે છે.
ટોકોની આ અજબ દુનિયા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઈ રહી છે. કેટલાક લોકો એને અજીબ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને સર્જનાત્મકતા કહી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, “જો માણસ કૂતરો બની શકે, તો હું આળસુ કોઆલા કેમ નહીં?”